હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#GA4
#Week13
પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની

હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week13
પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યકિત
  1. 1 કપચોખા પલાળેલા(બાસમતી)
  2. 1 મોટી વાટકી સુધારેલા મિક્સ શાકભાજી(વટાણા,ગાજર,ફ્લાવર વગેરે)
  3. 2મિડીયમ સાઈઝ ડુંગળી લાંબી સુધારેલી
  4. 1 ચમચીઆદુ,લસણ અને મરચાની પેસ્ટ
  5. 2 ચમચીદહીં
  6. 1/4 કપકેસરવાળું દૂધ
  7. 1/4 ચમચીગરમ મસાલો
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1/4 ચમચીબિરયાની મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1 ચમચીકસુરી મેથી
  14. ૩ ચમચીવઘાર માટે - તેલ
  15. 4 ચમચીઘી
  16. ચપટીજીરું
  17. ચપટીહિંગ
  18. 2નાના ટુકડા તમાલપત્ર
  19. 3લવિંગ
  20. 1ઈલાયચી
  21. નાનો ટુકડો તજ
  22. જાવંત્રી અને દગડફૂલ તમને પસંદ હોય તો નાખવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક વાસણમાં ગરમ પાણી મૂકીને છૂટો ભાત બને તેવો રાંધીને ઓસવી લો. વટાણા,બટાકા, ફણસી અને ફ્લાવરના ટુકડાને ઉકળતા પાણીમાં પાર બોઇલ કરી દો. કેપ્સિકમ, ડુંગળી અને ગાજરની લાંબી સ્લાઈસ કરી દો.તેમાંથી થોડી ડુંગળીને ડીપ ફ્રાય કરીને બિરસ્તો બનાવી લો અથવા તો ડીપ ફ્રાય ના કરવું હોય તો શેલો ફ્રાય કરીને બનાવવું.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ અને ઘી મૂકી ખડા મસાલા નાખો. ત્યારબાદ તેમાં જીરું અને હિંગ મૂકી આદુ લસણની પેસ્ટ સાંતળો. હવે તેમાં ડુંગળી નાખીને સાંતળો.હવે કેપ્સીકમ,ગાજર અને બધાજ પાર બૉઇલ કરેલા શાકભાજી નાખીને થોડીવાર સાંતળો. હવે તેમાં બધા જ મસાલા કરી દો. ત્યારબાદ ગેસ ધીમો કરી દેવો અને દહીં નાખીને મિક્સ થાય ત્યાં સુધી હલાવીને ગેસ બંધ કરી દેવો

  3. 3

    હવે ભાતના બે ભાગ કરીને એક ભાગને પીળા કલર માટે કેસરવાળુ/હળદર ચપટી પાણીમાં નાખીને પીળો કલર કરી ભાતમાં નાખીને મિક્સ કરવો.

  4. 4

    હવે એક મોટા કાચના બાઉલને ઘીથી ગ્રીસ કરીને સૌપ્રથમ પીળા ભાતનું લેયર,થોડો બિરસ્તો પછી તેના પર શાકભાજીનું લેયર,પછી તેના પર સફેદ ભાતનું લેયર અને તેના પર કેસરવાળુ દૂધ થોડું નાખવું એમ 2 લેયર બીજા કરીને બાઉલને થાળી ઢાંકીને થાળીમાં ઉપર બાઉલ ઊંધો દેખાય એ રીતે આવશે એટલે ધીમેથી બાઉલને કાઢી લો.ઉપર બિરસ્તો મૂકી સજાવી દો.હવે સરસ મજાની બિરયાની રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes