ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#સુપરશેફ4

પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે.

ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)

#સુપરશેફ4

પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧/૨ કપબાસમતી રાઈસ
  2. ૧ ચમચીવટાણા
  3. ૧ ચમચીગાજર
  4. ૧ ચમચીશિમલા મરચાં
  5. ૧ ચમચીઘી
  6. ૧ ચમચીજીરું
  7. ૨ નંગલવિંગ
  8. ૧ ઇંચતજ
  9. તમાલપત્ર
  10. મીઠું સ્વદાનુસાર
  11. લીલા ધાણા
  12. કડી બનાવવા માટે
  13. ૧ કપમોળું દહીં
  14. ૧/૨ ચમચીબેસન
  15. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  16. ૧/૨ ચમચીવાટેલું જીરું
  17. કડી લીંબડી ના પત્તા ૪ ૫
  18. ચમચીહિંગ ૧/૮
  19. મેથી ના દાણા ૪ - ૫
  20. ૧/૪ ચમચીરાઈ
  21. ૧/૪ ચમચીજીરું
  22. ૨ ચમચીખાંડ
  23. મીઠું સ્વાદાનુસાર
  24. ૧ ચમચીઘી
  25. લીલા તાજા ધાણા
  26. પાણી કડી ની કન્સીસ્ટન્સી માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાસમતી રાઈસ ને ગરમ પાણી માં ઓસવા મૂકવા મધ્યમ ગેસ પર. બીજી બાજુ વટાણા અને સમારેલા ગાજર ને કૂકર માં ૩ સીટી વગાડી બાફી લેવા. અને શિમલા મરચાં ને કટ કરવા.

  2. 2

    રાઈસ બોઇલ થઈ ત્યાં સુધી કડી તૈયાર કરવી. એક તપેલી માં દહીં લઇ ને વાલોવું કરી તેમાં બેસન ઉમેરી ફરીથી વલોવું કરવું. ત્યારબાદ વાટેલું જીરૂ, મીઠું, ખાંડ, આદુ મરચા ની પેસ્ટ, ધાણા અને કડી લીંબડી ના પાન ઉમેરી બધું ફરીથી વલોવી ને બરાબર મિક્સ કરવું અને પાણી ઉમેરી ક્વોન્ટીટી વધારવી.

  3. 3

    એક વઘરીયું લેવું અને ગેસ પર ધીમી ગતી એ રાખી ઘી ઉમેરવું. ઘી ગરમ થઇ એટલે મેથી, રાઈ, જીરું અને હિંગ નાખી ને બધું ફૂટવા દેવું. પછી કડી માં વઘાર કરવો. અને કડી ને ઉકાળવી ૫ મિનિટ સુધી અને સતત હલાવતા હલાવતા રેહવુ. એટલે કડી તૈયાર.

  4. 4

    રાઈસ અને વટાણા,ગાજર બૉઇલ થાય એટલે એક પેન માં ઘી લઈ ધીમી ગતિએ ગેસ રાખી ઘી ગરમ થાય એટલે જીરું, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી બધું ફૂટે એટલે શિમલા મરચાં ઉમેરી ૨-૩ મિનિટ સુધી થવા દેવું ત્યારબાદ વટાણા અને ગાજર ઉમેરવું. પછી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને ઓસવેલા રાઈસ માં બરાબર મિક્સ કરવું એટલે પુલાવ તૈયાર. કડી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes