ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.
#સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
58-60 નંગ
  1. ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ મિક્સ 1 પેકેટ(200ગ્રામ)
  2. 250 ગ્રામમોળો માવો
  3. દુધ/પાણી જરૂર મુજબ
  4. 600 ગ્રામખાંડ ચાસણી માટે
  5. પાણી 3 ગ્લાસ (અંદાજિત 600-650 ગ્રામ)
  6. રોઝ એસેન્સ 4-5 ટીપાં

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં મોળો માવો છીણી લેવું. હવે ગુલાબ જાંબુ ઈન્સ્ટન્ટ મિક્સ ના પેકેટ માં આવેલું પાઉડર મિશ્રણ ને એ માવા માં ચાળવું. તેમાં જરૂર મુજબ પાણી કે દુધ એડ કરી સારી રીતે મિક્સ કરી, મસળી ને રોટલી જેવી કણક તૈયાર કરવી. (ઇલાયચી પાઉડર ગમે તો એડ કરી શકાય)

  3. 3

    હવે આ મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવવા. (મિશ્રણ એટલું સ્મૂથ કરવુ કે બોલ્સ બનાવતી વખતે તેમાં ક્રેક ન પડે. હળવા હાથે જ બોલ્સ બનાવવા, મિશ્રણ કઠણ લાગે તો 1-2 ટી.ચમચી પાણી એડ કરવું.)

  4. 4

    તૈયાર કરેલા બોલ્સ ને નેપ્કિન અથવા ઢાંકણ વડે ઢાંકી રાખવું. જેથી બોલ્સ ડ્રાય ન થાય. હવે એક કઢાઈ માં ઘી ગરમ કરવું. ધીમી આંચ પર ગોલ્ડન કલર ના તળી લેવા. વચ્ચે સહેજ હલાવતા રહેવું. આ રીતે બધા જાંબુ તળી લેવા.

  5. 5

    ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ લેવી. તેમાં પાણી એડ કરવું. ખાંડ પીગળે પછી 5-7 મિનિટ માટે પાણી ઉકાળવું. ગેસ બંધ કરી દેવું. ચાસણી તૈયાર છે.(ચાસણી ને બહુ ઘટ્ટ ન કરવી.)

  6. 6

    હવે ચાસણી થોડી ગરમ હોય ત્યારે જ તળેલા બધા જાંબુ તેમાં એડ કરવા.6-7 કલાક ચાસણી માં ડુબાડી રાખવા. ચાસણીમાં 4-5 ટીપાં રોઝ એસેન્સ એડ કરવું.

  7. 7

    ગુલાબ જાંબુ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes