દૂધી ની ઇડલી(dudhi ni ઈડલી recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 32......................
ફાસ્ટ ફૂડ ના સમય માં બાળકો ને દૂધી ખાવી ગમતી નથી . કહેવામાં આવે છે કે દૂધી ખાય તો બુધ્ધી આવે . એટલે આપણે નવી રીત અજમાવી.

દૂધી ની ઇડલી(dudhi ni ઈડલી recipe in gujarati)

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 32......................
ફાસ્ટ ફૂડ ના સમય માં બાળકો ને દૂધી ખાવી ગમતી નથી . કહેવામાં આવે છે કે દૂધી ખાય તો બુધ્ધી આવે . એટલે આપણે નવી રીત અજમાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 1 કપઅડદની દાળ
  3. 1કપતુવેરની દાળ સંભાર માટે
  4. 1/2બાઉલ દૂધી નું છીણ
  5. 1/2બાઉલ લીલા કોપરા નું બારીક છીણ
  6. 20 નંગકાજુ ના ટુકડા
  7. 20 નંગચણા દાળ
  8. 1શ્રીફળ ચટણી બનાવવા
  9. 1સરગવાની શીંગ સંભાર માટે
  10. 1 નંગટામેટાં
  11. 1 tbspઅડદની દાળ
  12. રાઈ
  13. મેથીના દાણા
  14. જીરું
  15. 11/2tspમસાલો
  16. 1/2tspહળદર
  17. M t r નો સંભાર મસાલો ટેસ્ટ મુજબ
  18. ટેસ્ટ મુજબહીંગ
  19. 3 ચમચીસાકર
  20. 3નંગકોકમ
  21. 1 નંગલાલ આખા મરચા
  22. 2 નંગલવિંગ
  23. 1 નંગતજ
  24. 1નંગતમાલપત્ર
  25. 10 નંગલીમડાના પાન
  26. કોથમીર
  27. 8 નંગલીલાં મરચાં
  28. 1પીસ આદુ નો
  29. દહીં
  30. 3tbspદાળીયા
  31. તેલ
  32. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને બરાબર ધોઈ ને અલગ અલગ રાત્રે પાણીમાં પલાળી રાખવા,સવારે ફરી એકવાર ધોઈ ને મિક્ષ્ચર માં પીસી લેવું દળ દળુ પીસી લેવું, હવે પાંચ, છ કલાક આથો આવવા દો.

  2. 2

    દૂધી ને ખમણી લેવી, કોપરા ને મિક્ષ્ચર માં નાખી દળદાર પીસી લેવું, ઈટલી ના બેસર ના બે ભાગ કરવા, હવે એક ભાગ માં દૂધીનુ છીણ, પીસેલું કોપરુ નાખી મિક્સ કરવું હવે એમા તેલમાં ચણા ની દાળ અને રાઈ નો વઘાર કરવો સ્વાદ અનુસાર મીઠું,અને ઇનો નાખી મિક્સ કરવું. હવે ઈટલી ના stand માં નાખીએની ઉપર કાજુ ના ટુકડાઓ નાખી ઈટલી બનાવી.ખાસ ધ્યાન રાખવું કે દૂધી નું બધું છીણ નાંખવું નહીં કેમ કે દૂધી પાણી છોડશે તો ખીરું પતલુ થઈ જશે,

  3. 3

    સંભાર સૌવ ના ટેસ્ટ મુજબ બનાવો, સંભાર નો વઘાર બે વખત કરવો, સંભાર પહેલા ઉકાળવા મુકી ત્યારે ઉકળી જાય ત્યારે તેલમાં ફરી એક વખત રાઇ, જીરું, મેથી, કાશ્મીરી લાલ પાઉડર સંભાર મસાલો નાખી મિક્સ કરી સંભાર માં નાખી દેવું.

  4. 4

    કોપરા ની ચટણી બનાવવા માટે દાળીયા આદુ,મરચાં કોપરા ના કટકા દહીં, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્ષ્ચર માં પીસી લેવું. તેલમાં રાઈ, અડદની દાળ, લીમડાના પાન, લાલ મરચાં, તમાલપત્ર નાખી વઘાર કરો વો

  5. 5

    દહીં ની ચટણી બનાવવા માટે દહીં માં સ્વાદ અનુસાર ખાંડ, કોપરા નું છીણ, ઝીણી સમારેલી કોથમીર નાખી અડદની દાળ અને રાઈ નો વઘાર કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes