રસબાલી કે રસબળી (Rasabali recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

બીજી એક ઓડીસાની વાનગી લઇને હું આવી છું. દૂધમાંથી બનતી અને જગન્નાથ પૂરી ના મંદિરના છપ્પનભોગમાંની એક પ્રસાદીની વાનગી છે. દૂધમાંથી અને પનીરમાંથી બને છે.

આપણે પનીરના ગુલાબજાંબુ કે માલપુઆને રબડી સાથે પીરસીએ એવું , કે પછી રસમલાઇ નું થોડું અલગ સ્વરુપ કહી શકાય.

રસમલાઇ મારી ભાવતી સ્વીટ છે.પણ આ મિઠાઈ એનાથી પણ વધારે મસ્ત લાગે છે.

ગુલાબજાંબુ અને રસમલાઇ થી કંટાળ્યા હો તો, આ મિઠાઈ ટ્રાય કરવા જેવી છે.

મને તો બનાવવાની ને ખાવાની બન્નેમાં મજા આવી ગઇ😄😄...અને આ રસબળી ભાવતી સ્વીટ્સના લિસ્ટમાં પણ આવી ગઇ તો ફરીવાર પણ ચોક્કસ બનાવીશ. તમે પણ ટ્રાય કરજો. મસ્ત લાગે છે👌...

#ઈસ્ટ
#પોસ્ટ3
#સાતમ
#india2020

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ થી ૬  વ્યક્તિ
  1. દોઢ લીટર ફૂલ ક્રિમ દૂધ
  2. ૧ ટેબલ સ્પૂનવિનેગર
  3. ૧ ટેબલ સ્પૂનપાણી
  4. ૧ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  5. ૧ ટેબલ સ્પૂનમેંદો
  6. ૧ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  7. ૧/૪ ટીસ્પૂનસોડા
  8. ચપટીકેસર
  9. ૪ ટેબલ સ્પૂનખાંડ
  10. તળવા માટે ઘી કે ફ્લેવર વગરનું તેલ
  11. સજાવવા માટે બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ૫૦૦ મિલી દૂધને એક પેનમાં એક ઊભરો આવે એટલું ગરમ કરો. એક બાઉલમાં વિનેગર અને ૧ ટેબલ ચમચી પાણી મિક્સ કરો. દૂધ ૨ મિનિટ ઠંડું પડે એટલે થોડું થોડું વિનેગર ઉમેરી હલાવો. પનીર છૂટું પડે ત્યાં સુધી કરો. આ પનીર ને કોટન કપડાં માં પાણી નિતારી ૨-૩ વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો. કોટન દબાવી વધારાનું પાણી નીકાળી લો. આ પનીર ને ગળણીની અંદર કોટનમાં થોડીવાર માટે મૂકી રાખો જેથી વધારાનું પાણી નીકળી જાય.

  2. 2

    હવે બાકીના એક લીટર દૂધમાંથી ૨ ચમચી દૂધ લઇ તેમાં કેસર ઓગાળો. બાકીના દૂધને કઢાઇમાં લઇ ગરમ મૂકો. ઊભરો આવે એટલે કેસરવાળું દૂધ અને ૧/૨ ટીસ્પૂન ઇલાયચી પાઉડર ઉમેરી ધીમા ગેસ પર ઊકળવા દો.

  3. 3

    હવે એક પ્લેટમાં પનીરને લઇ ૩-૪ મિનિટ માટે હથેળીથી મસળો. તેમાં મેંદો, દળેલી ખાંડ, ૧/૨ ટીસ્પૂન ઇલાયચી પાઉડર નાખી ફરી ૨ મિનિટ માટે મસળો. તે પછી સોડા નાખી ૨ મિનિટ માટે મસળો. હવે આ મુલાયમ પનીર ના ૮ સરખા ભાગ કરી નાના પેંડા વાળી લો. વચ્ચે સહેજ ખાડો કરો.

  4. 4

    એક કઢાઇમાં ઘી કે તેલ ગરમ મૂકો. અને ધીમા તાપે આ બધા પનીરના વડા તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળવા.

  5. 5

    બીજી બાજુ દૂધ જે ધીમા તાપે ઊકળે છે તેમાં ખાંડ ઉમેરો. હલાવીને બધા વડા ઉમેરી ઊકળવા દો. લગભગ ૩૦ મિનિટ મિડિયમ તાપે ઊકળવા દો. વડીઓ દૂધ પીને ફૂલશે અને દૂધ ત્રીજા ભાગનું થઇ રબડી થઇ જશે.

  6. 6

    રસબળી બની ને તૈયાર છે. તેને ફ્રીઝમાં ઠંડી કરીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes