મેંદુ વડા(menduvada recipe in gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મેંદુ વડા એ પરંપરાગત દક્ષિણ ભારત ની સ્વાદિષ્ટ વાનગી છે જે સામાન્ય રીતે ઘરે બનાવવામાં આવે છે જે તેને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બનાવે છે. અડદ ની દાળ ને પાણી મા પલાડી તેના વડા તેલમાં ડીપ ફ્રાઇડ કરીને તૈયાર કરવામાં આવે છે . આત્માને સંતોષ આપતા ક્રિસ્પી વડાને નાળિયેરની ચટણી અને ગરમ સંભાર સાથે પીરસવા માં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપઅડદ ની દાળ
  2. તેલ તળવા માટે
  3. લીમડા ના પાન
  4. ૫-૬ લીલા મરચાં
  5. ૧ ચમચીજીરૂ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને ૫-૬ કલાક પલાળી તેને ઝીણી વાટી લો.તેમાં લીલા મરચા,લીમડો વાટી ને નાખો.જીરૂ અને મીઠું ઉમેરી ખૂબ ફીણો

  2. 2

    પછી ગરમ તેલ માં મેંદુ વડા ના મશીન વડે વડા ઉતારી લો. અંહિયા મે તવેથા ની મદદ થી વડા તૈયાર કર્યા છે.

  3. 3

    પછી તેને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    મેંદુ વડા ને ગરમાગરમ સંભાર અને નાળિયેર ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes