પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292

#નોર્થ

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ તાજુ પનીર મોટા ચોરસ ટુકડા કરેલા
  2. ૩-૪ નંગમધ્યમ સાઈઝના પાકા ટામેટા
  3. ૨ ચમચીકસ્તુરી મેથી
  4. ૩ ચમચીતાજી સમારેલી કોથમીર
  5. ૨ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીહળદર
  9. સ્વાદાનુસારમીઠું
  10. ૨ ચમચીતેલ
  11. ૧ ચમચીબટર
  12. જરૂર મુજબપનીર ફ્રાય કરવા થોડું ઘી
  13. ૨ નંગલવિંગ
  14. ૨ નંગઈલાયચી
  15. ૧/૨ ચમચી જીરૂ
  16. ૩ ચમચીમગસતરી ના બીજ
  17. ૧/૪ વાટકીકાજુના ટુકડા
  18. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે લવિંગ, ઈલાયચી, જીરુ, મગસતરી ના બીજ, કાજુના ટુકડા બધી સામગ્રીને કડાઈમાં હલકા હાથે શેકી લો. ઠંડુ પડે એટલે તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    કઢાઇમાં થોડું ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં પનીરના ટુકડા શેલો ફ્રાય કરી લો. બહુ કડક કરવા નહીં કિનારી હલકી બ્રાઉન થાય એટલા તળવા. આમ કરવાથી સ્વાદ ડબલ થઇ જશે.

  3. 3

    કઢાઇમાં ઘી તેલ ગરમ કરો અને તેમાં ટામેટાની પ્યુરી ને સાંતળો. થોડું મીઠું અને હળદર નાખો. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો ત્યારબાદ કસ્તુરી મેથી ઉમેરો. હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને કાજુની પેસ્ટ ઉમેરો.

  4. 4

    સરસ રીતે મિક્સ કરી એક વાટકી જેટલું પાણી ગ્રેવી માં એડ કરો. હવે ગ્રેવીને એક મિનિટ ઉકાળી ત્યારબાદ પનીરના ટુકડા ગ્રેવી ની અંદર ઉમેરો. હવે બેથી ત્રણ મિનિટ માટે બંધ કરીને થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292
પર

Similar Recipes