પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#માઇઇબુક #પોસ્ટ13
#પનીર
ઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે.

પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક #પોસ્ટ13
#પનીર
ઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ● ગ્રેવી બનાવવા માટે :
  2. 1 ચમચીબટર
  3. 1 ચમચીઓઇલ
  4. 1 નંગતજ પતા
  5. 5-7 નંગકાજુના ટુકડા
  6. 1 નંગએલચો
  7. 1 નંગબાદીયાના ફૂલ
  8. 2 નંગલવિંગ
  9. 1બાઉલ સમારેલી ડુંગળી
  10. 1બાઉલ સમારેલ ટામેટા
  11. 2 ચમચીઆદુ, મરચાં અને લસણની પેસ્ટ
  12. 1 ચમચીજીરું
  13. 1 ચમચીમિલ્ક પાઉડર
  14. ● સબ્જી બનાવવા માટે :
  15. 100 ગ્રામપનીર ક્યુબ્સ
  16. 1ચમચો ઓઇલ
  17. 1 ચમચીમરચું પાઉડર
  18. 1/4 ચમચીહળદર
  19. 1/4 ચમચીજીરુ
  20. 1ચમચો ગરમ મસાલો
  21. 1/2 ચમચીખાંડ
  22. સ્વાદ અનુસારનમક
  23. 1 કપપાણી
  24. 2 ચમચીફ્રેશ ક્રીમ
  25. 1 ચમચીકસૂરી મેથી
  26. સમારેલ કોથમીર
  27. ● સજાવટ માટે :
  28. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ●ગ્રેવી બનાવવા માટે: 1 પેનમાં બટર અને તેલ મૂકી, તજપતા અને જીરુ મૂકી,ખડા મસાલા સાંતળી લો.ત્યારબાદ તેમાં કાજુ તેમજ ડુંગળી ઉમેરી, હલાવી લો.હવે તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી, ટામેટાં ઉમેરો.2-3 મિનિટ ઢાંકીને ચડવા દો. આ મિશ્રણને ઠંડુ થયાં પછી, મિક્સર જારમાં બ્લેન્ડ કરી, ગ્રેવી તૈયાર કરો.

  2. 2

    1 પેનમાં તેલ ગરમ કરી, તેમાં તજપતા મૂકી, મરચું, હળદર, જીરુ પાઉડર અને ગરમ મસાલો ઉમેરી, હલાવી લો. હવે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.2-3 મિનિટ પછી પાણી, નમક અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરો. ઉકળે એટલે તેમાં ફ્રેશ ક્રીમ અને પનીર ઉમેરો.5-7 મિનિટ ઢાંકીને રહેવા દો, ત્યારબાદ તેમાં કસુરી મેથી અને કોથમીર ઉમેરી મિક્સ કરો.

  3. 3

    તૈયાર થયેલ સબ્જીને ગ્રેટેડ ચિઝથી સજાવી, ગરમા ગરમ પરાઠા/રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes