પનીર બટર મસાલા (Paneer Butter Masala recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

પનીર બટર મસાલા (Paneer Butter Masala recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 ચમચીબટર
  2. 1 ચમચીતેલ
  3. 250 ગ્રામપનીર (ત્રિકોણ પીસ કરેલા)
  4. 1 નંગકેપ્સીકમ (ચોરસ પીસ કરેલા)
  5. 2 નંગકાંદા (ચોરસ પીસ કરેલા)
  6. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  7. 1 નંગકાંદો
  8. 4 નંગટામેટાં
  9. 1/4 ચમચીકોર્ન ફ્લોર
  10. 1 ચમચીખડા મસાલા
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. 2 ચમચીમીઠું
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીકસુરી મેથી
  15. 1/2 કપસમારેલી કોથમીર
  16. 1/4 કપફ્રેશ ક્રીમ
  17. ખડા મસાલા માટે :
  18. 2 મોટી ચમચીજીરૂ
  19. 1ઈંચ ટુકડો તજ
  20. 8 નંગલવિંગ
  21. 8 નંગઇલાયચી
  22. 1/2 ટુકડોજાવંત્રી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખડા મસાલા બનાવવા માટે ખડા મસાલાના બધા જ મસાલા ને શેકી લેવા અને ઠરે એટલે તેને મિક્સરમાં દળી લેવા.

  2. 2

    એક પેનમાં બટર અને તેલને મિક્ષ કરીને તેને ગરમ કરીને તેમાં પનીરના પીસ, કેપ્સિકમના પીસ તથા કાંદાના પીસ નાખીને એક મિનીટ માટે સાંતળી અને તરત જ તેમાંથી બહાર કાઢીને ડીશ માં લઇ સાઈડ પર રાખવા.

  3. 3

    આ જ બટરમાં સમારેલો કાંદો, આદુ-મરચા-લસણની પેસ્ટ, ટામેટા, કોનૅફ્લોર માટે તેને સાંતળવું. થોડું ઠરે એટલે તેને મિક્સર જારમાં લઈને પીસી લેવું અને તેની સ્મૂધ પેસ્ટ બનાવવી.

  4. 4

    આ પેસ્ટને બટરમાં નાંખી ને સાંતળો અને સતત હલાવતા રહો. હવે તેમાં બાકીના બધા જ મસાલા નાખો અને તેને પણ સાંતળો. બધું જ એકરસ થઈ જાય અને તેમાંથી બટર છૂટું પડે એટલે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને સાથે સાથે સાંતળેલા પનીરના પીસ, કેપ્સિકમના પીસ તથા કાંદાના પીસ નાંખી ને પેન નું ઢાંકણ ઢાંકીને તેને 7 થી 8 મિનીટ માટે ચડવા દો.

  5. 5

    છેલ્લે શાકમાં ફ્રેશ ક્રીમ નાખીને હલાવી લેવું અને સર્વ કરતી વખતે કોથમીરથી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes