ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 30 મિનિટ
3થી ૪ વ્યક્તિ
  1. 2 કપઘઉનો લોટ
  2. 1/2 કપરવો
  3. 1 કપગોળ
  4. 1 કપઘી
  5. 3 ચમચીમોણ માટે તેલ
  6. ચપટીજાયફળ
  7. જરૂર મુજબલોટ બાંધવા માટે હુફારું પાણી

રાંધવાની સૂચનાઓ

20થી 30 મિનિટ
  1. 1

    એક મોટા વાસન ઘઉં નો લોટ અને રવો ભેળવવો. તેમા તેલનુ મોણ નાખી હુફાળુ પાણી થી કઠણ કણંક બાંધવી. પાણી જોયતા પર્માણ મા લેવુ. હવે તેના લુવા કરી લેવા.
    ગેસ પર માટી ની તાવડી તાપે મૂકી ભાખરી વણી તેમા ખાડા પાડવા જેથી કરી ફુલે નહિ અને સરસ શેકાઈ જાય. ભાખરી ને ઠંડી થવા દેવી. ભાખરીને મીકસી મા થોડો કરકરો ભુકો કરવો.

  2. 2

    કડાઈ માં ઘી ધીમા તાપે ગરમ કરવા મુકવુ તેમા ગોળ નાખી ઓગળી જાય ત્યા સુધી ગરમ કરવુ. ગોળ ફૂલી ને ઉપર આવે એટલે
    ગેસ બંધ કરી દેવો. ભાખરીની ભુક્કામા જયફર પાઉડર, ગોળની પાઈ નાખી સરસ રીતે હલાવી લેવુ અને મોદક બનાવી લેવા.

  3. 3

    તો તયારે છે ગણેશજી માટે મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes