ઈડલી સાંભાર(Idli sambhar Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઈડલી માટે:
  2. ૨ વાટકીચોખા
  3. 1 વાટકીઅડદની દાળ
  4. ૧ વાટકોછાશ
  5. સ્વાદાનુસારમીઠું
  6. ચપટીસાજીના ફૂલ
  7. સાંભાર માટે:
  8. 1 કપતુવેર દાળ
  9. 2 નંગટામેટા
  10. 2 નંગમરચા
  11. 1 નંગબટેટું
  12. 1/2 વાટકી દૂધીનું છીણ
  13. 1/2 વાટકી રીંગણનું છીણ
  14. 1/2 કપ મિક્સરાઈ,જીરુ,સૂકા મરચાં,લવિંગ,ગરમ મસાલો
  15. ટોપરાની ચટણી માટે:
  16. 1 વાટકીટોપરાનું જીણું ખમણ
  17. 1/2 બાઉલ મિકક્ષધાણાભાજી,મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી માટે: સૌપ્રથમ ચોખા અને અડદની દાળને ઘંટીમાં દળી ઈડલી માટેનો લોટ તૈયાર કરો. ત્યારબાદ તેમાં છાશ નાખી સાત આઠ કલાક રહેવા દહીં લોટ નો આથો આવવા દો. ત્યારબાદ લોટમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ નાખી ઢોકળીયામાં ઈડલી મૂકી તેને 10-15 મિનિટ માટે બાફવા મૂકવી. તૈયાર છે ઈડલી.

  2. 2

    સાંભાર માટે: સૌપ્રથમ તુવેર દાળ કુકરમાં બાફી લેવી. ત્યારબાદ બાફેલી દાળને બ્લેન્ડરથી ક્રસ કરી નાખવી. ત્યારબાદ લોયામાં થોડું તેલ મૂકીને તેમાં રાઈ,જીરુ, સુકા મરચા, લવિંગ, લીમડો આ બધું તેલમાં કકડાવીને દાળ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ચટણી, ખાંડ, લીંબુ તથા રીંગણ અને દૂધીનું છીણ નાખી દાળને 10-15 મિનિટ ઉકળવા દો. ઉકળી જાય ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. તૈયાર છે સાંભાર.

  3. 3

    ટોપરાની ચટણી માટે: સૌપ્રથમ મિક્સર જારમાં ટોપરાનું ખમણ લઈ તેમાં ધાણા ભાજી અને મરચા નાખી મિક્સર માં ક્રશ કરી લેવું. ત્યારબાદ લોયામાં તેલ મૂકી થોડી રાઈ નાંખી મસ્ત તેમાં ક્રશ કરેલી ચટણી એડ કરી દેવી. તો તૈયાર છે ટોપરાની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes