બુંદિયા લાડુ (Bundiya ladu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ ને એક તપેલી માં એક ગ્લાસ પાણી નાખી ચાસણી કરવા મૂકી દો. એમાં કેસરી રંગ પણ ઉમેરી દો અને અડધા તાર ની ચાસણી બનાવો.
- 2
હવે બેસન ને ચાળી એક બાઉલ લઈ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી આ મુજબ નું ખીરૂ તૈયાર કરો.
- 3
ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે આંચ ધીમી કરી ચારણી ની મદદ થી આ રીતે બુંદી પાડી લો.
- 4
પછી ગેસ ની આંચ મધ્યમ રાખી બુંદી તળી લો.બુંદી તળાઈ પછી કડાઈ માંથી કાઢી ચાસણી માં નાખી દો.2 મિનિટ પછી તેને એક વાસણ માં કાઢી લો. આ રીતે બધી બુંદી બનાવી લો. પછી તૈયાર થયેલ બુંદી માં ઘી, કાજુ તૂટી ફ્રૂટી ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
હવે આ મિશ્રણ માંથી નાના નાના લાડુ બનાવી લો.તો તૈયાર છે આપણા લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
-
-
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
-
-
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
ડ્રાયફ્રુટ લાડુ (dryfruit ladu recipe in gujarati)
આ રેસીપી રક્ષાબંધન નિમિત્તે મે બનાવી હતી. આ રેસીપી ફસ્ટ ટાઈમ બનાવી ને ખૂબજ સરસ બની. Vandana Darji -
-
-
-
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491956
ટિપ્પણીઓ