રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#GC
ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે.

રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)

#GC
ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
7 વ્યક્તિ
  1. 1+1/2 કપ બેસન
  2. 1+1/2 કપ રવો (સોજી)
  3. 4 ટેબલસ્પૂનઘી
  4. જરૂર મુજબ પાણી
  5. 2 ટેબલસ્પૂનસુકી દ્રાક્ષ
  6. 2 ટેબલસ્પૂન(કાજુ /બદામ)
  7. 2 ટેબલસ્પૂનપિસ્તાની કતરણ
  8. 1 ટીસ્પૂનઈલાયચીનો ભુક્કો
  9. જરૂર મુજબ તેલ (તળવા માટે)
  10. ચાસણી માટે-
  11. 1+1/2 કપ ખાંડ
  12. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, રવો અને ઘી બરાબર મિકસ કરી લો

  2. 2

    મુઠી વળે એટલુ ઘીનું મોણ હોવું જોઈએ, ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી તેમાંથી નાના નાના મુઠીયા બનાવી લો.

  3. 3

    એક કઢાઇમાં તેલ ગરમ કરી બનાવેલા મુઠીયા સોનેરી રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચે તળીને ડીશમાં કાઢી લો.

  4. 4

    તળેલા મુઠીયા સહેજ ઠંડા થાય ત્યારે એક મિકસરના જારમાં બારીક વાટી લો.

  5. 5

    એક પેનમાં ખાંડ અને પાણી ગરમ કરી બે તારની ચાશની તૈયાર કરી લો. ગેસ બંધ કરી ચાશની ને સહેજ ઠંડી પડવા દો.

  6. 6

    વાટીલા મિશ્રણમાં સુકી દ્રાક્ષ, કાજુ, બદામ અને પિસ્તાની કતરણ મિકસ કરી ચાશની થોડી થોડી ઉમેરતાં મિક્સ કરી લડ્ડુ માટેનું મિશ્રણ તૈયાર કરી લો.

  7. 7

    તૈયાર કરેલ લડ્ડુ માટેના મિશ્રણમાંથી નાના નાના લડ્ડુ હાથ વડે બનાવી લો.

  8. 8

    તૈયાર છે રવા બેસનના લડ્ડુ. (15 થી ૩૦ દિવસ સુધી સ્ટોર કરી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes