ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

#GC

ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati)

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૫ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૧ ચમચોરવો
  3. ૧ ચમચોચણા નો લોટ
  4. ૩૦૦ ગ્રામ શુદ્ધ ઘી
  5. ૨૫૦ ગ્રામ ગોળ
  6. ૧ ચમચીજાયફળ પાઉડર
  7. ૧ ચમચીઇલાયચી પાઉડર ૧ વાટકી કાજુ, બદામ & કીસમીસ
  8. ૧ ચમચીખસખસ
  9. જરૂર મુજબમુઠીયા વાળવા માટે હૂંફાળું પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    એક થાળીમાં ત્રણેય લોટ ભેગા કરી, હૂંફાળા પાણી થી કડક ભાખરી જેવો લોટ બાંધતા જઈ મુઠીયા વાળી લો

  2. 2

    ગેસ પર કઢાઈ માં ઘી ગરમ મૂકો

  3. 3

    એક સાથે ત્રણ ચાર મુઠીયા નાખી ધીમા તાપે તળી લો

  4. 4

    હાથ વડે મસળી ભૂક્કો કરો

  5. 5

    જરુર લાગે તો મીક્ષરમાં ક્રશ કરો ને જાડી ચારણી થી ચાળી લો

  6. 6

    આ ભૂક્કા માં જાયફળ, ઇલાયચી & સૂકો મેવો સારી રીતે મીક્સ કરો

  7. 7

    જે કઢાઈ માં મુઠીયા તળેલા તેમાં જ ઘી સાથે ગોળ ઉમેરો

  8. 8

    ગેસ ચાલુ રાખી હલાવતા રહો

  9. 9

    પાઈ જેવુ થાય એટલે તેમાં ચુરમુ ઉમેરતા જાવ ને બધું સરસ મીક્સ કરો

  10. 10

    ગેસ બંધ કરી દો

  11. 11

    ચુરમુ હાથ મા પકડી શકાય એટલું ગરમ હોય, ત્યારે લાડવા વાળી લો

  12. 12

    ઉપર આંગળી ની મદદ થી ખસખસ લગાવી દો

  13. 13

    ગણપતિ દાદા ને પ્રિય પ્રસાદ ના લાડુ તૈયાર છે

  14. 14

    ખાસ આ રીતે તૈયાર કરેલા લાડુ અઠવાડિયા સુધી સારી રીતે વાપરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panna Raja
Panna Raja @cook_24688034
પર

Similar Recipes