કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.
#નોર્થ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપરાજમા (7-8 કલાક પલાળી દેવાના)
  2. 1/2 કપડુંગળી ની પેસ્ટ
  3. 1/4 કપટામેટાં ની પેસ્ટ
  4. 1/2 ચમચીઆદુલસણ ની પેસ્ટ
  5. 2 નંગલવિંગ
  6. 1 નંગઇલાયચી
  7. 1 નંગતજ નો ટુકડો
  8. 2 નંગકાળી મરી
  9. 1/4 ચમચીજીરૂ
  10. 2-3 નંગલીમડાના પાન
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચીધાણાજીરું
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1/4 ચમચીખાંડ
  15. 2 ચમચીકાશમીરી લાલ મરચું
  16. સ્વાદાનુસારમીઠું
  17. જરૂર મુજબપાણી
  18. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કુકર મા પલાળેલા રાજમા નાખી 3-4 સીટી થવા દેવી, એક પેન મા તેલ નાખી એમા જીરૂ નાખી ચપટી હિંગ નાખવી,ત્યારબાદ એમા લવિંગ, તજ,ઇલાયચી, કાળા મરી,લીમડો નાખવું.

  2. 2

    ડુંગળી ની પેસ્ટ નાખી લાલ થાય એટલે એમા ટામેટા ની પેસ્ટ નાખી બધો મસાલો નાખવું, ત્યારબાદ એમા મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી 8-10 મીનીટ ઉકળવા દેવું, 10 મીનીટ પછી પાણી ઉકળી જાય એટલે એમા રાજમા નાખી 5-7 મીનીટ ઉકાળવું.

  3. 3

    ઉકળી જાય એટલે એમા ધાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes