મમરાની ચટપટી (mamara Ni Chatpati Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૬ કપમમરા
  2. ૨ નંગનાના કાંદા (ઝીણા સમારેલા)
  3. ૨ નંગનાના ટામેટા (ઝીણા સમારેલા)
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીરાઈ
  6. ૨ નંગનાના લીલા મરચા (સમારેલા)
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  9. ૧ ચમચીખાંડ
  10. ૨ ચપટીહિંગ
  11. ૮-૧૦ પાંદડા મીઠો લીમડો
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મમરાને કાંણાવાળા વાટકામાં પાણી નાખી પલાળવા. (પાણી તરત કાઢી નાખવું.)

  2. 2

    હવે ગેસ ચાલુ કરી, તેમાં તેલ નાખવું. તેમાં રાઈ, હળદર, લાલ મરચુ, મીઠો લીમડો અને કાપેલા લીલા મરચા નાખી હલાવવું.

  3. 3

    હવે તેમાં કાંદા નાંખીને સાંતળવું, પછી ટામેટા નાખી બરાબર સાંતળી લેવું.

  4. 4

    હવે તેમાં પલાળેલા મમરા નાખવા. તેની પર ચપટી હળદર, મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખવું. પછી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ નાખવો. અને સરસ રીતે હલાવી લેવું. (ગળપણ અને ખટાશ તમારી ઇચ્છા હોય તો જ નાખવું.)

  5. 5

    આપણી ગરમા ગરમ ખુબ જ ટેસ્ટી મમરાની ચટપટી સર્વ કરવા તૈયાર છે. સાથે ચા કે કેફી હોય તો...વાહ..મઝા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes