સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ એ એક ઇટાલિયન મેઇન કોર્સ છે. જે બહુ જ ઓછી અને આસાની થી મળી જતી વસ્તુઓ થી બની જતી એકદમ ક્વિક રેસિપિ છે. જે ખાવા માં પણ બહુ જ ટેસ્ટી છે. ઇટાલિયન ફૂડ લવર્સ માટે must try છે. #ફટાફટ

સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)

સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ એ એક ઇટાલિયન મેઇન કોર્સ છે. જે બહુ જ ઓછી અને આસાની થી મળી જતી વસ્તુઓ થી બની જતી એકદમ ક્વિક રેસિપિ છે. જે ખાવા માં પણ બહુ જ ટેસ્ટી છે. ઇટાલિયન ફૂડ લવર્સ માટે must try છે. #ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામસ્પૅગેટી
  2. 1/4 કપઓલિવ ઓઇલ
  3. 1/5 ટેબલ સ્પૂનલસણ
  4. સ્વાદ મુજબમીઠું
  5. 1/2 ટી સ્પૂનકરતા સહેજ ઓછા રેડ ચિલી ફ્લેકશ
  6. 1/4 કપપાર્સલી
  7. 1/4 કપછીણેલું પાર્મીઝન ચીઝ
  8. જરૂર મુજબ પાણી સ્પાગેટ્ટી બોઇલ કરવા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું અને સ્પાગેટ્ટી ઉમેરો અને સ્પાગેટ્ટી નરમ થાય ત્યાં સુધી કૂક કરી લો. લગભગ 10 થી 12 માં સ્પાગેટ્ટી બફાઈને કૂક જશે. કૂક થઈ જાય એટલે ચારણી માં કાઢી ને પાણી નીતારી લો. 1 ટેબલ ચમચી ઓલિવ ઓઇલ નાખીને હલાવી ને ઉપર નીચે કરી લો જેથી સ્પાગેટ્ટી એક બીજા જોડે ચોંટે નહીં અને છુટ્ટી રહે.

  2. 2

    સ્પાગેટ્ટી બફાય ત્યાં સુધી લસણ છોલીને ઝીણા ટુકડા માં સમારી લો. પાર્સલી પણ ઝીણી સમારી લો.

  3. 3

    હવે 1 નોન સ્ટિક પેન મધ્યમ આંચ પર સહેજ ગરમ થવા મૂકો. તેમાં ઓલિવ ઓઇલ અને લસણ નાખો. ઓલિવ ઓઇલ અને લસણ મધ્યમ થી ધીમી મધ્યમ આંચ પર કૂક કરો. મધ્યમ આંચ પર જઇ કૂક કરવું. ધીમા તાપે કરીશું તો લસણ સરખું કૂક નઈ થાય અને ફાસ્ટ ગેસ હસે તો લસણ અને તેલ બળી જશે. આપણે સરસ રીતે લસણ કૂક કરવાનું કે ઓલિવ ઓઇલ અને લસણ બેઉ ની ફ્લેવર એક બીજા માં સરસ રીતે ભળી જાય. 2 થી 3 મિનિટ બાદ સુગંધ આવે એટલે તેમાં ચિલી ફ્લેકશ નાખો અને સરખું હલાવી લો. પછી કૂક કરેલી સ્પૅગેટી, પાર્સલી અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો.

  4. 4

    સરખું હલાવીને મિક્સ કરી લો. 1 થી 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. 1 પ્લેટ માં કાઢી ઉપર પાર્મીઝન ચીઝ નાખી સર્વ કરો. તૈયાર છે સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes