રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ નાગરવેલના પાન
  2. ૧ વાટકીધાણા દાળ
  3. ૧ વાટકીછલ્લી સોપારી
  4. ૧ વાટકીગુલકન
  5. ૧ વાટકીવરિયાળી
  6. ૨ ચમચીકાથો
  7. ૨ ચમચીબહાર
  8. ૧ નંગચૂના ની પડીકી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાગરવેલના પાન લઈને તેને ધોઇ કાતરથી એકદમ ઝીણી કટકી કરી લેવી.ત્યાર બાદ થોડીવાર કાગળો ઉપર પહોળા કરી દેવા. મારે આ ઘરના નાગરવેલના પાન છે બજારમાં મોટા પાન મળે છે કપુરી પાન લેવા.

  2. 2

    ત્યારબાદ એક મોટા વાસણમાં નાગરવેલના પાન લઇ તેમાં ગુલકન,ધાણાદાળ,વળી યારી, છલ્લી સોપારી,કાથો,ચૂનો,બહાર

  3. 3

    બધું એકસાથે ઉમેરવું પછી બે હાથ વડે એકદમ મસળવું આ તૈયાર આપણો રજ વાડી મુખવાસ.આ મુખવાસ માં તૂટીફૂટી ઇલાયચી દાણા લવીંગ આ પણ ઉમેરી શકાય.મે એ લીધું ન થી. આ મુખવાસ ખાવાની ખૂબ જ મજા આવે છે.

  4. 4

    મસળવા માંખાસ ધ્યાન રાખવું બધું એકદમ ભળી જવું જોઈએ તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે નાના, મોટા દરેક ને આ મુખવાસ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes