ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#વેસ્ટ_પોસ્ટ_4
#week2
#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )
#FaradiRecipe
સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે.

ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With

#વેસ્ટ_પોસ્ટ_4
#week2
#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )
#FaradiRecipe
સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 🎯સાબુદાણા ની ખીચડી ના ઘટકો :--
  2. 1કપ સાબુદાણા
  3. 1/2કપ શીંગદાણા ડ્રાય રોસ્ટ કરેલા
  4. 3-4ટેબલ સ્પૂન તેલ
  5. 1/4કપ તળેલા શીંગદાણા
  6. 1ટી સ્પૂન જીરું
  7. 2નંગ લીલાં મરચાં ના ટુકડા
  8. 10-12નંગ મીઠા લીમડા ના પાન
  9. 2નંગ મીડી યમ સાઇઝ બટાકા ના નાના ટુકડા
  10. 1/2ટી સ્પૂન સેંધા મીઠું
  11. 1ઇંચ આદુ નો ટૂકડો ખમણેલું
  12. 1/2ટી સ્પૂન મીઠું સાબુદાણા નાં ભાગ નું
  13. 3ટેબલ સ્પૂન રોસ્ટ કરેલા શીંગદાણા નો પાઉડર
  14. 2ટી સ્પૂન ખાંડ પાઉડર
  15. 1ટેબલ સ્પૂન લીલી કોથમીર ના પાન
  16. 1/2નંગ લીંબુ નો રસ
  17. 👉ગાર્નિશ માટે -- તળેલા શીંગદાણા ને લીલી કોથમીર ના પાન
  18. 🎯સાબુદાણા ભેળ :--
  19. 1કપ સાબુદાણા ની ખીચડી
  20. 1/2ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  21. 1/2ટી સ્પૂન કાળા મરી પાઉડર
  22. 1ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર
  23. 1/2નંગ લીંબુ નો રસ
  24. 1/3ટી સ્પૂન સેન્ધા મીઠું
  25. લીલી કોથમીર ના પાન
  26. 1/4કપ દાડમ ના દાણા
  27. ફરાળી ચેવડો (રેડી મેડ બાલાજી પેકેટ)
  28. 👉ગાર્નિશ માટે --
  29. લીલી કોથમીર ના પાન
  30. બટાકા ની વેફર (રેડી મેડ બાલાજી પેકેટ)

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ચોખ્ખા પાણી થી ધોઈ ને 2 થી 3 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ શીંગદાણા ને પેન મા ડ્રાય રોસ્ટ કરી ને મિક્સર મા અધકચરો પીસી લો.

  2. 2
  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં શીંગદાણા ને તળી લો. ને એક પ્લેટ માં કાઢી ઠંડા કરવા મૂકી દો.

  4. 4

    એ જ પેન મા જીરું, લીલા મરચાં ના ટુકડા, મીઠા લીમડા ના પાન અને બટાકા ના ટુકડા અને સેંધાં મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ગેસ ની મીડીયમ આંચ પર બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. ને સાથે સાથે વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા પણ રહેવું, જેથી નીચે બટાકા ચોંટી ન જાય. (તમે ઇચ્છો તો બટાકા બાફી ને ટુકડા કરી ને પણ લઈ સકો છો)

  5. 5
  6. 6

    હવે બટાકા સોફ્ટ થઈ ગયા છે. હવે આમાં આદુ ના ટુકડા ને ખમણી ને ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં પલાળેલા સાબુદાણા માંથી બધું પાણી નીચોવી કોરા કરી ને આમાં ઉમેરી મિક્સ કરી ઉપર સાબુદાણા નાં ભાગ નું સેનધા મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ને ગેસ ની સ્લો આંચ પર 4 થી 5 મિનિટ માટે કૂક કરી લો. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહેવું..જેથી સાબુદાણા નીચે ચોંટી ના જાય.

  7. 7
  8. 8

    હવે આમાં રોસ્ટ કરેલા શીંગદાણા નો ભૂકો, ખાંડ પાઉડર, લીલી કોથમીર ના પાન અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી તરત જ ગેસ ની આંચ બંધ કરી લો. લાસ્ટ માં આ સાબુદાણા ખીચડી પર તળેલા શીંગદાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

  9. 9
  10. 10

    હવે આપણે આ જ બનાવેલી સાબુદાણા ખીચડી માંથી સાબુદાણા ખીચડી ની ભેળ બનાવીશું. એની માટે આ બનાવેલી સાબુદાણા ખીચડી માંથી 1 કપ સાબુદાણા ની ખીચડી બોલ માં ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર, કાળા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, લીંબુ નો રસ અને સેંધાં મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  11. 11
  12. 12

    હવે આમાં લીલી કોથમીર ના પાન, દાડમ ના દાણા અને ફરાળી ચેવડો ઉમેરી મિક્સ કરી લો. હવે આપણી ભેળ તૈયાર છે સર્વ કરવા માટે ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરો.

  13. 13

    હવે આપણી હેલ્થી ને ઉપવાસ માં ખવાય એવી સ્વાદિસ્ટ ફરાળી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ભેળ તૈયાર છે સર્વ કરવા માટે. તમે તમારી ઈચ્છા મુજબ પ્લેટિંગ કરી સકો છો.

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes