પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20minit
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ પનીર
  2. 3ડુંગળી
  3. 3ટામેટાં
  4. 1ટુકડો આદું
  5. 7થી 8 કળી લસણ
  6. 1 ચમચી મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. 1ચમચી ધાણાજીરૂ
  10. 4લવિંગ
  11. 1મોટો ટૂકડો તજ
  12. 5ઇલાયચી
  13. 1 ચમચી બેસન
  14. 2 ચમચી ઘી
  15. 2 ચમચા તેલ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. થોડું પાણી
  18. થોડી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20minit
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી તેમાં થોડી હળદર, મરચા પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 20 મિનિટ માટે રહેવા દો.

  2. 2

    હવે બધી વસ્તુ લઈ લો. ટામેટાં ની પ્યુરી કરો. ડુંગળી,આદુ,લસણ ને છીણી લો. લવિંગ ઇલાયચી તજ ને અધકચરા વાટી લો. હવે એક કડાઈમાં માં ગેસ પર 2 ચમચા તેલ અને એક ચમચી ઘી ગરમ કરો.

  3. 3

    ત્યાર પછી તેમા જીરૂ તેમજ વાટેલા મસાલા ઉમેરો. આ મસાલા ને એક મિનિટ સુધી સાંતળો પછી તેમા ડુંગળી તેમજ આદુ લસણ પણ ઉમેરી બરાબર સાંતળી લો.

  4. 4

    બધું બરાબર સંતળાઈ જાય પછી તેમા 1/2 ચમચી ગરમ મસાલો તેમજ 1 ચમચી મરચું પાઉડર થોડું મીઠું અને એક ચમચી બેસન ઉમેરી બરાબર મિક્સ કરો પછી તેમાં સમારેલી કોથમીર અને ટોમેટો પ્યુરી ઉમેરો. પછી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને ઉકળવા દો.

  5. 5

    એક બીજી કડાઈ માં ગેસ પર એક ચમચી ઘી ગરમ કરો. પછી તેમા મસાલા ભેળવેલા પનીર ના ટુકડા નાખો તેને સાવ ધીમી આંચ પર થોડી વાર સાંતળો.

  6. 6

    પછી આ સાંતળેલા પનીર ને ઉકળતી ગ્રેવી માં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં એક વાટકી પાણી ઉમેરો. હવે આ સબ્જી ને પાંચ મિનિટ સુધી પાકવા દો. પછી ગેસ બંધ કરો.

  7. 7

    તો તૈયાર છે પનીર મસાલા સબ્જી તેને ગરમ ગરમ તંદુરી રોટી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

Similar Recipes