ટોમેટો ઉત્તપમ (Tomato Uttpam recipe In Gujarati)

Ushma Kakkad
Ushma Kakkad @cook_26162339
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચોખા અને અદડ ની દાળ નુ ખીરૂ
  2. ૧ નંગ ટમેટુ
  3. ૧ નંગ ચટણી માટે નારીયલ
  4. ૧ ચમચી આદૂ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ કપ તુવેર દાળ
  6. ૧/૨ કપ દૂધી
  7. ૧ નંગ સરગવા ની સીંગ
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  11. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ આખી રાત પાણીમાં પલાળીને રાખો પછી સવારે એને પીસી નાખો

  2. 2

    પછી ખીરા ને તડકામાં મૂકવું સાંજ સુધી મા આથો આવી જાસે

  3. 3

    હવે કૂકરમાં દાળ બાફવી સાથે દૂધી અને સીંગ પણ બાફવી બફાઈ જાય એટલે બધા મસાલા એડ કરવા અને તેલ‌ મૂકી વઘાર કરો

  4. 4

    નારીયેળ પીસીને એમા આદૂ મરચા ની પેસ્ટ ઉમેરવી એમા દહીં નાખી મીઠું અને ખાંડ નાખી ચટણી તૈયાર કરો

  5. 5

    હવે ગેસ પર લોઢી મૂકી એમા તેલ લગાવી ખીરાને પાથરી એની ઉપર ટામેટાં ની કટકી નાખો પછી એને સેકો પછી એને સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ ટામેટાં ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Kakkad
Ushma Kakkad @cook_26162339
પર

ટિપ્પણીઓ

Similar Recipes