દેશી બર્ગર (Burger Recipe In Gujarati)

Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875

દેશી બર્ગર (Burger Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ બર્ગર
  1. પેટીસ માટે
  2. ૫ નંગબાફેલા બટેટા
  3. ૧/૨ કપબાફીને અર્ધકચરા છૂંદેલા મીઠી મકાઇના દાણા
  4. ૨ ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  5. ૧ (૧/૨ ટેબલસ્પૂન)ઝીણા સમારેલા લીલા મરચાં(capsicum)
  6. ૨ ટેબલસ્પૂનબ્રેડ ક્રમ્બસ્
  7. ૧ ટેબલસ્પૂનકોર્નફ્લોર, મીઠું, સ્વાદાનુસાર
  8. ૧/૨ કપમેંદો, ૩/૪ કપ પાણીમાં ઓગાળેલું બ્રેડ ક્રમ્બસ્, રોલ કરવા માટે તેલ, તળવા માટે
  9. બીજી જરૂરી વસ્તુઓ ૨ બર્ગર બન
  10. માખણ, ચોપડવા માટે ૨ ટેબલસ્પૂન મેયોનીઝ
  11. આઇસબર્ગ સલાડના પાન ૪ ટમેટાની સ્લાઇસ ૪ કાંદાની સ્લાઇસ મીઠું અને મરીનું પાઉડર, સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પેટીસ માટે
    એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
    હવે આ મિશ્રણના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળકારમાં વાળી લો.

  2. 2

    આમ તૈયાર થયેલી પેટીસને મેંદા અને પાણીના મિશ્રણમાં ડુબાડી તરત જ બહાર કાઢીને બ્રેડ ક્રમ્બસ્ માં રગદોળી લો જેથી પેટીસની પર દરેક બાજુએ ક્રમ્બસ્ નો પડ બની જાય.

  3. 3

    હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક વખતે એક પેટીસ નાંખીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.

  4. 4

    આગળની રીત
    દરેક બર્ગર બનના ઉભા બે ટુકડા પાડી તેની પર માખણ ચોપડી તવા પર મૂકી હલકા શેકીને બાજુ પર રાખો.

  5. 5

    હવે આ શેકેલા બનનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર મૂકી તેની પર તથા બીજા અડધા ભાગ પર મેયોનીઝ ચોપડી લો.

  6. 6

    તે પછી તેની પર આઇસબર્ગ સલાડના પાન, ૧ પેટીસ, ૨ ટમેટાની સ્લાઇસ અને ૨ કાંદાની સ્લાઇસ મૂકી ઉપર મીઠું અને મરી ભભરાવી લો.

  7. 7

    તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
    રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ એક બર્ગર તૈયાર કરી લો.
    તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
    રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ એક બર્ગર તૈયાર કરી લો. અને તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875
પર

Similar Recipes