વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

Dhara Dave
Dhara Dave @Jaysadguru

નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ.

વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  1. ૪ નંગબર્ગર બન
  2. મીડિયમ સાઇઝ ની ડુંગળી અને ટામેટું અને કેપ્સીકમ ની સ્લાઈસ
  3. મોટી વાટકી વેજ મયોનીઝ/ બર્ગર માયોનીઝ
  4. ૪ નંગચીઝ સ્લાઈસ
  5. ૪ નંગકોબીજ ના પાન
  6. ૧ ચમચીકોથમીર ફુદીનાની ચટણી
  7. ૨ નંગબટાકા
  8. ૧ નંગખમણેલું ગાજર
  9. ૧/૨નાની કોબી ઝીણી સમારેલી
  10. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. વઘાર માટે
  13. ૧/૪ ટી સ્પૂનજીરું
  14. તેલ તળવા માટે
  15. ૧ ચમચીમરચું પાઉડર
  16. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  17. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  18. ૧ ચમચીઆમચૂર પઉડર
  19. ૩ ચમચીમેંદો
  20. ૧ વાટકીબ્રેડ ક્રમ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સહુ પ્રથમ આલુ ટિક્કી બનાવવા માટે બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો.

  2. 2

    હવે એક પેન માં ૨ ચમચી તેલ મૂકી જીરું નાખી આદું મરચા ની પેસ્ટ નાખવી.

  3. 3

    હવે તેમાં ખમણેલું ગાજર અને ઝીણી સમારેલી કોબીજ નાખી મીઠું તેમજ ઉપર દર્શાવેલા મસાલા એડ કરી થોડી વાર હલાવવું.

  4. 4

    હવે કોબી અને ગાજર થોડા ચડી જાય એટલે બટાકા નો છુંદો નાખવો હવે તેને થોડી વાર હલાવી મિશ્રણ ઠંડુ થવા દેવું.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેની ટિક્કી બનાવી લેવી

  6. 6

    હવે આ ટિક્કી ને મેંદાની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી ડીપ ફ્રાય કરવું.(સ્લરી અને બ્રેડ ક્રમ્સ માં આલુ ટિક્કી રગદોળી ૧૫ દિવસ સુધી ડીપફ્રીઝ કરી શકાય છે).

  7. 7

    મેંદાની સ્લરિ બનાવવા માટે ૩ ચમચી મેંદો લઈ તેમાં ૧/૨ કપ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.

  8. 8

    હવે બર્ગર બન ને બંને સાઈડથી તેલ કે બટર માં શેકી લો

  9. 9

    હવે ૧/૨ વાટકી મયોનિઝ માં લીલી ચટણી ઉમેરી મિક્સ કરી દો અને જો તમે સેન્ડવીચ માયોનિઝ(વ્હાઇટ) લીધું હોય તો તેમાં ૧/૨ ચમચી ચીલી સોસ અને ૧ ચમચી ટોમેટો સોસ એડ કરી હલાવી લો. જે બર્ગર માયોનીઝ કહેવાશે.

  10. 10

    હવે બર્ગર બન નો નીચેનો ભાગ લઈ તેના પર કોબી નું એક પાન ગોઠવી દો. હવે તેના પર ગ્રીન ચટણી વાળું માયોનીઝ ૧ ચમચી નાખો. ત્યારબાદ આલુ ટિક્કી, ચીઝ સ્લાઈસ, તૈયાર કરેલું બર્ગર માયોનીજ, ટામેટાં- કેપ્સીકમ- ડુંગળી ની સ્લાઈસ વગેરે ક્રમશઃ મૂકી તેના પર બર્ગર બનનો ઉપરનો ભાગ રાખી થોડું પ્રેસ કરી ટૂથપિક લગાવી દો જેથી આપણું બર્ગર વ્યવસ્થીત રહેશે.

  11. 11

    તો તૈયાર છે યમ્મી એન્ડ હેલ્થી વેગ આલુ ટિક્કી બર્ગર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Dave
Dhara Dave @Jaysadguru
પર

Similar Recipes