મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

અથાણું આખું વર્ષ માટે નું બનાવો..

મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)

અથાણું આખું વર્ષ માટે નું બનાવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
family માટે
  1. 1કિલો રાઈ ના કુરિયા (3 વાટકા)
  2. 250 ગ્રામમેથી ના કુરિયા (1 વાટકો)
  3. 1વાટકો મીઠું
  4. 1વાટકો મરચું
  5. 1 ચમચીહિંગ
  6. 1નાની તપેલી તેલ
  7. 1વાટકો ફોલેલું લસણ.
  8. 2વાટકો આખી મેથી
  9. 1કિલો કાચી કેરી
  10. 3/ 4 લાલ મરચું સૂકું..
  11. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કાચી કેરી ને ખમણી તેમાં 1 ચમચો મીઠું અને હળદર નાખી 3/૪ કલાક રાખી દેવું...પછી તેમાંથી પાણી નીચોવી ખમણ ને કપડા પર સૂકવી દેવું...

  2. 2

    કેરી માંથી નીકળેલા ખાટ્ટા પાણી માં મેથી પાલડી 3 કલાક રાખવું..

  3. 3

    પલાળેલા મેથી દાણા ને 1 કપડા પર પાણી નિતારી સૂકવી દેવા..1 કલાક માટે

  4. 4

    હવે અથાણા નો મસાલો તૈયાર કરવા માટે.....રાઈ ના કુરિયા..મેથી માં કુરિયા.. હળદર એક વાસણ માં લઇ ભેગા કરવા વચ્ચે ખાડો પડી દેવો..

  5. 5

    તપેલી માં તેલ ગરમ કરવું...શેજ તપાડ વાનું જ..તેમાં સૂકું લાલ મરચું નાખી દેવાનું

  6. 6

    હવે જે વાસણ માં કુરિયા છે તે ખાડા માં હિંગ મૂકી.. તેના પર તેલ રેડી દેવાનું..અને મસાલો ભેગો કરી હલાવવાનું...થોડું ઠંડું પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર અને મીઠુ નાખી હલાવી દેવું...મસાલો તૈયાર છે...

  7. 7

    કેરી નુ ખમણ...પલાડી સૂકવેલી મેથી...લસણ.. તૈયાર કરેલા મસાલા માં ભેળવી..હલાવી મિક્સ કરીને..ઉપર તેલ રેડી...હલાવવું

  8. 8

    3 દિવસ..દિવસ માં ૨/૩ વાર હલાવવું

  9. 9

    સ્વાદિષ્ટ અથાણું તૈયાર છે..

  10. 10

    બરણી માં ભરી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes