પાલક મેથી નું શાક(Palak methi nu shaak recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ૧૫૦ ગ્રામ નાની મેથી
  3. ૨૫૦ ગ્રામ રીંગણા
  4. ટામેટા ખમણી ને
  5. ૨ ચમચીલસણ ક્રશ કરેલ
  6. ૧ ચમચીહળદર પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ ચમચીમરચું પાઉડર
  9. ૨ ચમચીધાણા જીરું પાઉડર
  10. ૨ ચમચીતેલ
  11. ૧ ચમચીજીરૂ
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧ ચમચીઘી
  14. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બધા શાક ને ધોઈ ને સમારી લેવા. ટામેટા ને ખમણી ને રાખવા. લસણ ને ક્રશ કરી ને તૈયાર રાખવું.

  2. 2

    પછી એક વાસણ માં તેલ ને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરા નો વઘાર કરવો ને પછી હિંગ પણ ઉમેરવી.

  3. 3

    હવે તેમાં લસણ ને ક્રશ કરીને રાખેલ છે તે ઉમેરવું.ને ૨ મિનિટ માટે તેને સાત ડવું. પછી તેમાં ટામેટા ને ખમણી ને રાખેલ છે તે ઉમેરવું. નેબધું મિક્સ કરવું. પછી તેને ૨ મિનિટ માટે સાંતળો.

  4. 4

    પછી તેમાં બધા મસાલા કરો ને બધા મસાલા ને મિક્સ કરી ને મિશ્રણ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. મિશ્રણ માં થી તેલ છૂટું પડી જાય પછી તેમાં ઘી ઉમેરો ને ફરી ૨ મિનિટ માટે સાંતળો.

  5. 5

    હવે તેમાં ધોઈ ને સમારેલા શાક પાલક, મેથી અને રીંગણા ઉમેરો.

  6. 6

    પછી બધું મિકસ કરો ને ૧ કપ જેટલું પાણી ઉમેરી ને બધું શાક ચડી જાય ત્યાં સુધી પકવો.

  7. 7

    રીંગણા એક દમ ચડી જાય અને તેમાં થી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી ને તેને એક પ્લેટ માં લઇ ને સર્વ કરવું. તો તૈયાર છે અપડું પાલક મેથી અને રીંગણા નું શાક તેને રોટલા, રોટલી,ભાખરી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes