જલેબી (Jalebi Recipe In Gujarati)

Nisha Sureliya
Nisha Sureliya @cook_23942394
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી30 મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપખાટું દહીં
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૨ કપખાંડ
  5. ૧ કપપાણી
  6. જરૂર મુજબ ઘી અથવા તેલ તળવા માટે
  7. ૨ ચપટીકેસરી કલર
  8. ૧/૨ ચમચી લીંબુ
  9. જરૂર મુજબ કેસર પિસ્તા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

25થી30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો બેકિંગ પાઉડર અને દહીં નાખીને મિક્સ કરો ત્યારબાદ જોઈ તે પ્રમાણે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે તેમાં ચપટી કેસરી કલર ઉમેરી મિક્સ કરી સાઈડ પર રાખી દો

  2. 2

    ત્યારબાદ બીજા એક વાસણમાં ખાંડ અને પાણી માપ પ્રમાણે મિક્સ કરી ગેસ પર ચાસણી તૈયાર કરો ખાંડ થોડી ઓગળી જાય એટલે તેમાં 1/2 લીંબુ નીચોવો (ચિંતા કરો માં ચાસણી ખાટી નહીં થાય) હવે તેને પાંચથી સાત મિનિટ ઉકાળો (ચાસણી પુરા એક તારની નથી કરવાની) ચાસણી તૈયાર થાય એટલે તેને ગેસ પરથી ઉતારી સાઈડ પર રાખી દો

  3. 3

    હવે જલેબી તળવા માટે કોઈ એવું વાસણ મૂકો જે નું તળિયું નીચેથી સીધું હોય જેથી જલેબી તળવામાં સહેલી રહે હવે તે વાસણમાં ઘી મીડિયમ તાપ પર ગરમ કરવા મૂકો ગરમ થયા પછી કોઈપણ કોથળી અથવા કાણાવાળી બોટલમાં ખીરુ ભરી તૈયાર કરો હવે આ બોટલ થી ઘી મા જલેબીનો શેઇપ આપી જલેબી તળી લો જલેબી ને કડક થાય ત્યાં સુધી બંને સાઇડ વારાફરતી વારા ફેરવીને તળી લો જલેબી કડક થાય ત્યારબાદ તેને ઘી માંથી કાઢી ચાસણીમાં ડૂબાડવી અને તરત જ કાઢી લો હવે જલેબી ને એક ડીશમાં લઈ લો ત્યારબાદ તેની ઉપર પિસ્તા અને કેસર છાટી ડેકોરેટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Sureliya
Nisha Sureliya @cook_23942394
પર

Similar Recipes