ક્રિપસી બનાના ગોલ્ડન કોઈન

Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574

#GA4
#WEEK2
#બનાના
કાચા કેળા, ઘઉ નો લોટ અને રવા ના આ કોઈન ખાવા માં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિપસી જે નાના મોટા બધા ને ભાવસે.

ક્રિપસી બનાના ગોલ્ડન કોઈન

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK2
#બનાના
કાચા કેળા, ઘઉ નો લોટ અને રવા ના આ કોઈન ખાવા માં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિપસી જે નાના મોટા બધા ને ભાવસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. પૂરણ માટે
  2. 2 નંગબાફેલા કાચા કેળા
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1 નાની ચમચીગરમ મસાલો
  8. 1/4 કપઝીણી સમારેલી કોથમીર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. લોટ બાંધવા
  11. 1 કપઘઉં નો લોટ
  12. 1 કપઘઉં નો લોટ
  13. 1/4 કપરવો
  14. 1 નાની ચમચીઅજમો
  15. 21/૨ ચમચી તેલ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. પાણી જરૂર મુજબ
  18. તળવા માટે તેલ
  19. સર્વ કરવા
  20. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં રવો એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.પછી તેમાં થોડું હાથ થી ક્રશ કરી અજમો નાખવો.પછી બધું સરખું મિક્સ કરી લેવું.પછી તેમાં તેલ નાખી દેવું.પછી સરખું બધું હલાવી મિક્સ કરવું. લોટ ના મુઠીયા જેવું વળે એટલું મોન હોવું જોઈએ.

  2. 2

    પછી થોડું થોડું પાણી નાખી પરાઠા જેવો થોડો કઠણ લોટ બાંધવો.પછી તેને 2 થી 3 મિનીટ સરખું કુનવી લેવો.પછી તેને 10 થી 15 મિનિટ ભીના કપડાં થી ઢાંકી દેવો.

  3. 3

    હવે એક બાઉલમાં માં બાફેલા કાચા કેળા લઇ તેનું પૂરણ કરવું.પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ, મરી પાઉડર,ચાટ મસાલો, આમચૂર પાઉડર,ગરમ મસાલો, મીઠું,કોથમીર બધું નાખી સરખું મિક્સ કરવું.

  4. 4

    બધું સરખું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. પછી બાંધેલા લોટ ને સરખો કુનવી તેના 5 મીડીયમ લુવા તૈયાર કરવા.પછી તે લુવા લઈ ને રોટલી ની જેમ વણી લેવું.

  5. 5

    પછી તેમાં કોઈપણ ગ્લાસ કે વાટકા ની મદદ થી ગોળ શેપ કટ કરી લેવા.આ રીતે બધી પૂરી તૈયાર કરી લેવી.

  6. 6

    પછી 1 પૂરી લઇ તેમાં 1 ચમચી જેટલું પૂરણ મૂકવું અને જરાક દબાવું. પછી કોર્નર પર પાણી લગાવી તેના ઉપર બીજી પૂરી મૂકી સરખું દબાવી દેવું અને ફોક ની મદદ થી બધી કોર્નર સરખી પ્રેસ કરી દેવી.

  7. 7

    આ રીતે બધા કોઈન તૈયાર કરી લેવા. ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું.તેલ એકદમ ગરમ થઇ જાય પછી ગેસ સલૉ કરી 2,3 કોઈન તળવા માટે એમાં નાખવા.(એક વાર તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસ સલૉ કરી ને પછી ધીમે તાપે કોઈન ને તળવા.)

  8. 8

    કોઈન નાખી તરત ફેરવા નઈ. થોડા થઈ જાય પછી એને ફેરવા.સલૉ ગેસ પર બધા કોઈન ગોલ્ડન અને ક્રિપસી થાય ત્યાં સુધી તળવા. એને ટામેટા ના સોસ અથવા તો તીખી લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ક્રિપસી બનાના ગોલ્ડન કોઈન.જરૂર થી બનાવી ને સારા લાગે તો કોમેન્ટ આપજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574
પર

Similar Recipes