જલેબી(Jalebi Recipe in Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409
શેર કરો

ઘટકો

અડધી કલાક
છથી સાત વ્યક્તિ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપખાટુ દહીં
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. 2 કપખાંડ
  5. ૧ કપપાણી
  6. ઘી અથવા તેલ તળવા માટે
  7. 1/2લીંબુ
  8. ૨ ચપટીકેસરી કલર (ખાવાનો)
  9. કેસર પિસ્તા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો બેકિંગ પાઉડર અને દહીં નાખીને મિક્સ કરો ત્યારબાદ જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે તેમાં બે ચપટી કેસરી કલર અને મિક્સ કરી સાઈડ પર રાખી દો

  2. 2

    ત્યારબાદ બીજા એક વાસણમાં ખાંડ અને પાણી માપ પ્રમાણે મિક્સ કરી ગેસ પર ચાસણી તૈયાર કરો ખાંડ થોડી ઓગળી જાય એટલે તેમાં 1/2 લીંબુ નીચોવો (ચિંતા કરો માં ચાસણી ખાટી નહીં થાય)હવે તેને પાંચથી સાત મિનિટ ઉકાળી (ચાસણી એક તારની નથી કરવાની) ચાસણી તૈયાર થાય એટલે તેને ગેસ પરથી ઉતારી સાઈડ પર રાખી દો

  3. 3

    હવે જલેબી તળવા માટે કોઈ એવું વાસણ પસંદ કરો કે જે તળિયું નીચેથી સિધુ હોય જેથી જલેબી તળવામાં સહેલી રહે હવે તે વાસણમાં ઘી મીડીયમ તાપ પર ગરમ કરવા મૂકો ઘી ગરમ થયા પછી કોઈ પણ એક કોન શેઇપ ની કોથળીમાં અથવા કાણાવાળી બોટલમાં ખીરુ ભરી તૈયાર કરો હવે આ બોટલ થી ઘી મા જલેબીનો આકાર આપી જલેબી તળી લો જલેબી ને કડક થાય ત્યાં સુધી બંને સાઇડ વારાફરતી વારા ફેરવીને તળવી લો.ત્યાર બાદ તેને કાઢીને ચાસણીમાં ડૂબાડવી અને તરત જ બહાર કાઢી લો હવે જલેબી ને એક ડીશમાં રાખી દો અને તેના પર પિસ્તા અને કેસર છાંટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nisha sureliya
nisha sureliya @cook_26412409
પર

ટિપ્પણીઓ

Similar Recipes