જલેબી

Ruju Takvani
Ruju Takvani @ruju_03
Rajkot

#trend

મારા કાકી(chhaya takvani) એ મસ્ત જલેબી બનાવી તો એની જલેબી જોઈને મને પણ બનાવવાનું મન થયું તો એનુ guidance લઈ મેં પણ જલેબી બનાવવાની ટ્રાય કરી ને મસ્ત ક્રિસ્પી બની છે

જલેબી

#trend

મારા કાકી(chhaya takvani) એ મસ્ત જલેબી બનાવી તો એની જલેબી જોઈને મને પણ બનાવવાનું મન થયું તો એનુ guidance લઈ મેં પણ જલેબી બનાવવાની ટ્રાય કરી ને મસ્ત ક્રિસ્પી બની છે

Edit recipe
See report
Share
Share

Ingredients

૪૫ મિનિટ
  1. ૧ વાટકી મેંદો
  2. ૧ ટેબલ સ્પૂન રવો
  3. ૧ ટેબલ સ્પૂન ચણાનો લોટ
  4. ૧ વાટકી ખાંડ
  5. ૧/૨ ટેબલ સ્પૂન એલચી પાવડર
  6. કેસર
  7. ૧ ચમચો દહીં
  8. બેકિંગ પાઉડર
  9. ધી (જલેબી બનાવવા માટે)

Cooking Instructions

૪૫ મિનિટ
  1. 1

    મેંદા ના લોટ ચણા નો લોટ રવો મિક્સ કરીને એમાં દહીં નાખી બરોબર હલાવી એ મિક્સર ને 48 કલાક માટે એર ટાઈટ ડબ્બા માં આથો આવવા માટે મૂકી દેવું

  2. 2

    48 કલાક પછી જે આથો છે તેમાં ચપટી જેટલો બેકિંગ પાઉડર અને 1 ચમચી ઘી નાખી મિક્સ કરી તેનું ખીરું તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું જ પાણી લઈ એક તાર ની ચાસણી તૈયાર કરી તેમાં કેસર અને એલચી પાવડર નાખી દો

  4. 4

    એક પેન માં ઘી ગરમ મૂકી ગરમ થાય તે પછી ગેસ ધીમો કરી દેવો

  5. 5

    તૈયાર થયેલા ખીરા ને સોસ ની બોટલ માં ભરી જલેબી ઘીમાં ઢાળવી ગુલાબી થાય ત્યારે તેને ફેરવી લેવી ગરમ જલેબી ને તૈયાર કરેલી ચાસણી માં મૂકી 1 મિનિટ માટે ડુબાડી ફેરવી લેવી પછી જલેબી ને છુટ્ટી થાળી માં રાખવી જલેબી તૈયાર છે

Edit recipe
See report
Share
Cook Today
Ruju Takvani
Ruju Takvani @ruju_03
on
Rajkot

Comments

Similar Recipes