ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)

Shital
Shital @cook_26127958

#GA4
#week3
આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે.

ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)

#GA4
#week3
આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
૨ વ્યકિત
  1. બાઉલ કોબી
  2. બાઉલ ગાજર
  3. ૧\૨ બાઉલ કેપ્સીકમ
  4. ૧\૨ ચમચી વાટેલા આદુ મરચાં
  5. થી ૧૦ નંગ લસણની કળી
  6. લીલી ડુંગળી
  7. ૧ ચમચીઆદું
  8. ૨ ચમચીસોયા સોસ
  9. ૧ ચમચીરેડ ચીલી સોસ
  10. ૧\૨ ચમચી વિનેગર
  11. ૧\૨ ચમચી મરી પાઉડર
  12. ૧ ચમચીમનચુરીયન પાઉડર
  13. 3 ચમચીમેંદો
  14. 3 ચમચીકોર્ન ફ્લોર
  15. ૧\૪ કપ પાણી
  16. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    બોલ બનાવવા સૌ પ્રથમ કોબી, ગાજર, કેપ્સીકમ ને છીણી લો અથવા કટર માં કટ કરી લો. આદું મરચાં વાટી લો.લીલી ડુંગળી સમારી લો.લસણ ના ટુકડા સમારી લો.

  2. 2

    કોબી, ગાજર, કેપ્સીકમ, થોડું લસણ, આદું મરચાં ની પેસ્ટ આ બધું ભેગું કરીને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. અને વધાર માટે બધું થોડું થોડું સાઈડમાં મુકી દો. હવે તેમાં મેંદો અને કોર્ન ફલોર ઉમેરો. જો ઢીલું લાગે તો વધુ લોટ ઉમેરી શકાય. મરી પાઉડર નાખો. અને એક ચમચી જેટલું સોયા સોસ નાખી લોટ બાંધવો.

  3. 3

    તેના બોલ બનાવવા અને ધીમે તાપે તળવા માટે મુકો. સહેજ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

  4. 4

    બોલ ઠરી જાય એટલે ફરી હાઈ ફલેમ પર તળી ઉતારી લેવી.

  5. 5

    હવે એક મોટા બાઉલ માં સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ/ સોસ, વિનેગર, મનચુરીયન મસાલો, કોર્ન ફલોર અને પાણી લઈ મિક્સ કરી સાઇડમાં મૂકી દો.

  6. 6

    હવે એક પેન માં તેલ લઇ તેમાં લસણ, આદું મરચાં ની પેસ્ટ, આદું ની સ્લાઇસ, થોડી લીલી ડુંગળી, કોબી, ગાજર, કેપ્સીકમ, ચપટી મીઠું high flame પર ફટાફટ સાંતળો અને તરત જ બનાવી ને સાઈડમાં મુકેલ બાઉલ તેમાં ઉમેરી દો.મિક્સ કરી તરત જ બોલ તેમાં નાખી હલાવી ગેસ બંધ કરી દો.

  7. 7

    હવે તેને થોડી બાકી રાખેલી લીલી ડુંગળી અને કોથમીર થી ગાર્નિશીંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital
Shital @cook_26127958
પર

ટિપ્પણીઓ

Shital
Shital @cook_26127958
ખરેખર બહુ જ સરસ બન્યા છે. બધાના review બહુ જ સરસ છે. 👌🏾👌🏾👌🏾😊

Similar Recipes