પંજાબી શાહી તૂરિયા(Punjabi shahi turiya recipe in Gujarati)

Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574

પંજાબી શાહી તૂરિયા(Punjabi shahi turiya recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250ગ્રામ તૂરિયા
  2. ગ્રેવી માટે
  3. 3 નંગટામેટા ઝીણા સમારેલ
  4. 2 નંગલવિંગ
  5. 1નાની ઈલાયચી
  6. 1 નંગતમાલપત્ર
  7. 1નાનો ટુકડો તજ
  8. 1 ચમચીકાચી વરિયાળી
  9. 1 નંગસૂકું લાલ મરચું
  10. 10-12 નંગકાજુ ના ટુકડા
  11. 1 ચમચીઆખું જીરું
  12. 5 નંગઆખા મરી
  13. વધાર માટે તેલ
  14. 1 ચમચીતાજી મલાઈ /ફ્રેશ ક્રીમ
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1/2 ચમચીહળદર
  17. 1 ચમચીધાણા જીરું
  18. 1/4 ચમચીગરમ મસાલો
  19. 1 ચમચીકસૂરી મેથી
  20. 3 ચમચીદૂધ
  21. સ્વાદ મુજબ મીઠું
  22. 1/2 ચમચીસાકર
  23. ગાર્નિશીંગ માટે
  24. ટુકડાકાજુ ના
  25. મલાઈ/ફ્રેશ ક્રીમ
  26. ટામેટા ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેઈન લઇ તેમાં થોડું તેલ મૂકી તૂરિયા નાખી દેવા પછી તેને સરખા હલાવી મીડીયમ ગેસ પર ચઢવા દેવા. ચઢી જાય એટલે ગેસ બંધ કરી સાઈડ માં મૂકી દેવા.

  2. 2

    પછી બીજા પેઈન માં થોડું તેલ મૂકી તેમાં આખું જીરું,ઈલાયચી,તમાલપત્ર, લવિંગ, મરી, કાચી વરિયાળી,કાજુ,ટુકડા,આખું લાલ મરચું નાખી હલાવી લેવું.પછી તેમાં ટામેટા નાખી દેવા અને સરખું હલાવી લેવુ અને ટામેટા નરમ ના થાઈ ત્યાં સુધી ચઢવા દેવા. ટામેટા ચઢી જાય એકદમ એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચુ, હળદર,ધાણા જીરું અને સાકર નાખી સરખું હળવી દેવું.

  3. 3

    પછી ગેસ બંધ કરી ઠંડુ કરી ને તને મિક્સર માં ગ્રેવી બનાવા પીસી લેવું. અને પછી બનાવેલી ગ્રેવી ને ચારની થી ગાળી લેવું.

  4. 4

    પછી મિક્સર જાર માં દૂધ નાખી સરખું બધું સાઈડ માં થી ગ્રેવી લઈ ગાળી લેવું

  5. 5

    હવે એક પેઇન માં તેલ મૂકી તેમાં જીરું નાખી બનાવેલી ગ્રેવી નાખી સરખું હલાવી લેવું પછી તેમાં ગરમ મસાલો,કસૂરી મેથી નાખવી અને સરખું હળવી લેવું પછી ગ્રેવી ઉકળે એટલે તેમાં તૂરિયા નાખી હલાવી લેવું.

  6. 6

    તૂરીયા સરખા હલાવી ને તેમાં મલાઈ અથવા ફ્રેશ ક્રીમ નાખી હલાવી લેવું.અને ગેસ બંધ કરી લેવો.

  7. 7

    ત્યાર છે એકદમ સરસ અને બધાને ભાવે એવું પંજાબી શાહી તૂરિયા નું શાક જે નાના મોટા બધા ને ભાવસે.તેને સરવિંગ પ્લેટ માં કાઢી કાજુના ટુકડા,મલાઈ /ફ્રેશ ક્રીમ અને ટામેટા ની સલાઇસ થી ગાર્નિશ કરી રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pratik Shah
Ekta Pratik Shah @cook_17164574
પર

Similar Recipes