રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#trend2
પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.
જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.
સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. રગડા માટે:
  2. 2 કપસફેદ વટાણા
  3. 1ચમચો લીલા મરચાં ની પેસ્ટ
  4. 8-10મીઠા લીમડા ના પાન
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1ચમચો ગોળ
  11. 1ચમચો લીંબુ નો રસ
  12. 1ચમચો તેલ
  13. ચપટીહિંગ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પેટીસ માટે:
  16. 10-12બટેટા
  17. 2ચમચા લીલાં મરચા ની પેસ્ટ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. પેટીસ સેકવા માટે તેલ
  20. પીરસવા માટે:
  21. 3ચમચા ઝીણી સુધારેલી ડુંગળી
  22. 3ચમચા ઝીણી સુધારેલી કોથમીર
  23. 2 કપઅથવા જરૂરિયાત મુજબ સેવ
  24. ખજૂર આંબલી ચટણી
  25. કોથમીર ચટણી
  26. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    વટાણા ને 8-10 કલાક અથવા રાતભર પાણી માં પલાળી ને ત્યારબાદ કુકર માં બાફી લેવા.

  2. 2

    બટેટા ને પણ ધોઈ ને બાફી લેવા. ઠંડા થાઈ એટલે છાલ કાઢી મસળી લેવા અને તેમાં લીલા મરચા પેસ્ટ અને મીઠું નાખી ભેળવી લેવું.

  3. 3

    હાથ ચીકણા કરી, પેટીસ તૈયાર કરી લો અને લોઢી માં થોડું તેલ મૂકી હલકી આંચ પર બન્ને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લો. તમે તળી પણ શકો છો.

  4. 4

    હવે એક તપેલા માં તેલ મૂકી, રાઇ, જીરું, લીમડા નો વઘાર કરો અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરી 2-3 સેકન્ડ સાંતળો.

  5. 5

    પછી હિંગ અને હળદર નાખી ભેળવો અને બાફેલા વટાણા,લાલ મરચું,ગરમ મસાલો, ગોળ અને મીઠું નાખો.

  6. 6

    આશરે 3 કપ જેટલું પાણી નાખો અને એક ઉકાળો આવે એટલે આંચ ધીમી કરી 5-8 મિનિટ જેટલું ઉકળવા દો. છેલ્લે લીંબુ નાખી આંચ બન્ધ કરો.

  7. 7

    પીરસતી વખતે, ચટણી નાખી પેટીસ સાથે, સેવ,ડુંગળી, કોથમીર નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes