મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#GA4
#Week4

ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ & ૧/૨ કપ ઘઉંનો ઝીણો લોટ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. ૨-૩ ચમચી તેલ મોણ માટે
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ૧ ચમચીજીરુ
  8. ૧/૪ ચમચીહિંગ (ઓપ્શનલ)
  9. જરૂર મુજબશુદ્ધ ઘી
  10. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ ચાળીને લેવો. તેમાં મીઠું, મરચું, હળદર, હિંગ, તેલ, અજમો, જીરું ઉમેરી પાણી ઉમેરતાં જઈ પરોઠા થી થોડો કઠણ લોટ બાંધવો.

  2. 2

    એકસરખાં મોટા ગુલ્લા વાળી ભાખરી વણી ને ગરમ તાવડી પર બંને સાઇડ સ્લો ટુ મિડિયમ ફલેમ પર ક્રિસ્પી સેકી લેવી.

  3. 3

    ગરમાગરમ ભાખરી ઉપર ધી લગાવી ચા, દુધ,કોફી સાથે સર્વ કરવી. મસાલા ભાખરી લંચ બોક્સ માં અથાણાં, દહીં સાથે પણ મુકી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes