કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે.

કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)

#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૫ માટે
  1. ૨૫૦ ગ્રામ કાજુ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ ચમચીમિલ્ક પાઉડર (optional)
  4. ૨ મોટા ચમચાઘી
  5. જરૂર મુજબ પાણી ચાસણી માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કાજુને મિક્સરમાં પલ્સ પ્રમાણે ક્રશ કરવું. ક્રશ થઈ ગયા પછી તેને ચારણી વડે ચાળી લેવું. તેમાં મિલ્ક પાઉડર નાખો જેથી થોડી સોફ્ટ થાય.

  2. 2

    ચાસણી માટે ૨૦૦ ગ્રામ ખાંડ અને પાણી ખાંડ પડે એટલું નાખી અને એકથી દોઢ તારની ચાસણી લેવી.

  3. 3

    ચાસણી આવ્યા બાદ તેમાં કાજુનો પાઉડર ઉમેરવો અને સાથે એક મોટી ચમચી ઘી પણ મેળવી અને પછી હલાવ્યા રાખવું બે મિનિટ સુધી કાજુ છે એ કડાઈ ની સરફેસ છોડે ત્યાં સુધી હલાવો.

  4. 4

    એક થાળીમાં ઘી લગાડી અને જે રીતે આપણે મગફળીનો પાક બનાવતા હોય તે જ રીતે કાજુને ઢાળવા અને હાથેથી તેને ગરમ ઘીવાળો હાથ કરી અને તેને દબાવી અને વેલણથી વણી નાખવું અને પછી જે આકાર આપણને ગમે એ પ્રમાણે તેમાં કટ મુકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes