મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 500ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. 400ગ્રામ ખાંડ
  3. 400ગ્રામ ઘી
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. ટુકડાડ્રાઇફુટ ના
  6. ચપટીખાવાનો કલર
  7. 4 ચમચીદૂધ
  8. ચાસણી માટે અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ હૂંફાળું દુધ લો તેમા બે ચમચી ઘી ઉમેરો. લોટમાં વચ્ચે હાથ રાખીને નાખતા જાવ ને હલાવતા જાવ આ રીતે ધાબો દઇ ને લોટ દબાવી ને દરેક મીનીટ રાખી દો. પછી ચારણી થી ચાળીલો.

  2. 2

    કઢાઇમા બસો ગ્રામ જેટલું ઘી ગરમ કરો.તેમા લોટ ઉમેરો ને મીડીયમ ફલેમ ઉપર લોટ ને શેકો. થોડો સેકાઇ જાય પછી ફરી ઘી ઉમેરો ને ગુલાબી થાય ત્યા સુધી લોટને શેકી લો.

  3. 3

    બીજા પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરો. ને દોઢ તાર ની ચાસણી તૈયાર કરો. ચપટી ખાવાનો ઓરેંજ કલર ઓડર કરવો.

  4. 4

    હવે ચાસણી મા શેકેલો લોટ ઉમેરી દો. બરાબર મીક્ષ કરી લેવું. ચોકીમાં ઘી લગાવી તૈયાર રાખવી. મીક્ષ થઇ જાય એટલે તેમા ઇલાયચી પાઉડર નાખવો. ડ્રાઇફુટ ના ટુકડા, ઉમેરી. ચોકીમાં પાથરી દેવું. ઉપર થી બદામ ની કતરણ, ચારોળી થી ગારનીશિંગ કરવું. સેજ ઠરે પછી કાપા પાડી લેવા.

  5. 5

    બે કલાક પછી મોહનથાળ એક દમ ઠંડો થઈ જાય એટલે પીસ કાઢી ને સવ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes