ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)

ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય.
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હુંફાળા પાણીમાં યીસ્ટ અને ખાંડ ઉમેરીને 5 થી 7 મિનિટ માટે રહેવા દેવું.
- 2
એક મોટા વાસણમાં મેંદો અને મીઠું મિક્સ કરી એમાં યીસ્ટ નું મિશ્રણ ઉમેરી લોટ બાંધવો. હવે તેમાં તેલ ઉમેરીને લોટ ને આઠથી દસ મિનિટ સુધી મસળવો જેથી કરીને એકદમ મુલાયમ થઈ જાય. હવે તેને ઢાંકીને સાઇઝમાં ડબલ થાય ત્યાં સુધી રહેવા દેવો. સાઇઝમાં ડબલ થતાં લગભગ એક કલાક જેટલો સમય લાગે છે.
- 3
એક કલાક પછી લોટને કિચન કાઉન્ટર પર લઈ સૂકા લોટ ની મદદથી મસળી લેવો. લોટને બે એક સરખા ભાગમાં વહેંચી લેવો.
- 4
હવે એક ભાગ લઈને સૂકા લોટ ની મદદથી વણી ને લંબ ચોરસ આકાર બનાવવો. હવે નીચેથી ઉપરની તરફ વાળતા જવું. બંને બાજુના છેડા ને સરખી રીતે બંધ કરી દેવા. હવે આ લોફ ને સાંધાની બાજુ નીચે તરફ રહે એ રીતે એક ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં મૂકી દેવો. આ રીતે બીજો લોફ પણ તૈયાર કરી લેવો.
- 5
હવે તેને ઢાંકીને 30 મિનિટ માટે રહેવા દેવું. એક ખૂબ જ ધારદાર ચપ્પુ અથવા તો રેઝર બ્લેડ ની મદદથી ત્રણ થી ચાર કાપા કરવા. બંને લોફ પર પાણી બ્રશ કરવું જેથી કરીને જ્યારે બેક થઈ જાય ત્યારે એના પર સરસ ક્રસ્ટ બને છે.
- 6
તૈયાર કરેલ લોફ ને 200 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 25 થી 30 મિનિટ સુધી બેક કરવું. જ્યારે બેક થઈ જાય ત્યારે એને બહાર લઈને એક જાળી પર કાઢીને ઠંડુ થવા દેવું.
- 7
ફ્રેન્ચ બ્રેડ સાઈડ ડિશ તરીકે પીરસી શકાય અથવા તો એમાંથી સેન્ડવીચ, બ્રુસકેટા, ફ્રેન્ચ ટોસ્ટ વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય.
Similar Recipes
-
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
ફ્રાયડ બ્રેડ (Fried bread recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૫થોડી અલગ ટેસ્ટી તળેલી બ્રેડ Harita Mendha -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
પીતા બ્રેડ (Pitta Bread Recipe In Gujarati)
ફલાફલ, હમ્મસ તાહીની સોસ, પીતા બ્રેડ...મિડલ યીસ્ટ નું સુંદર,યમ્મી અને હેલ્થી ફેમિલી 😀👍🏻 Sangita Vyas -
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
-
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
સાવર ડો બ્રેડ (Sourdough Bread recipe in Gujarati)
સાવર ડો બ્રેડ એ બ્રેડ બનાવવાની સૌથી જૂની પદ્ધતિ છે જે કુદરતી રીતે બનતા ઇસ્ટના કલ્ચરથી બનાવવામાં આવે છે. આ બ્રેડ બનાવવા માટે ફર્મેન્ટેશન મેથડ વાપરવામાં આવે છે. લોટ અને પાણીની ભેગા કરીને એને ૧૦થી ૧૫ દિવસ સુધી રહેવા દહીં ને એક ખાસ પદ્ધતિથી આ બ્રેડનું સ્ટાર્ટર બનાવવામાં આવે છે. આ સ્ટાર્ટર નો ઉપયોગ કરીને પછી જ સાવર ડો બ્રેડ બનાવી શકાય. આ પદ્ધતિથી જે લેક્ટિક એસિડ બને છે એ એને ખાટો સ્વાદ આપે છે અને જેથી એ સાવર ડો બ્રેડ ના નામથી ઓળખાય છે.આ બ્રેડનો સ્વાદ અને ટેક્સચર નોર્મલ બ્રેડ કરતા એકદમ અલગ હોય છે. સાવર ડો બ્રેડ એક સાઈડ ડિશ તરીકે અથવા તો એમાંથી સેન્ડવીચ, bruschetta, croutons, soup bowl પણ બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ8 spicequeen -
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
શીરમલ (Sheermal Recipe In Gujarati)
શીરમલ કેસર અને ઈલાયચી વાળી થોડી મીઠી રોટી નો પ્રકાર છે જે ગ્રેટર ઈરાન માંથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી છે. આ રોટી કાશ્મીર તેમજ ઉત્તર ભારતના બીજા રાજ્યોમાં પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે.શીરમલ શબ્દ પર્ષીયન શબ્દો 'શિર' એટલે કે દૂધ અને 'મલ' એટલે મસળવું માંથી આવ્યો છે. આ રોટી બનાવવા માટે લોટ ને કેસર વાળા દૂધ થી બાંધવામાં આવે છે અને એમાં યીસ્ટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ રોટી બનાવવા માં ઘણું બધું ઘી ઉમેરવામાં આવે છે અને એ રીતે આ રોટી નાન કરતાં ઘણી અલગ પડે છે. પરંપરાગત રીતે તંદૂરમાં બનાવવામાં આવતી આ રોટી આપણે અવનમાં અથવા તો તવા પર પણ બનાવી શકીએ. આ એક અલગ જ પ્રકારની રોટી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શીરમલ ને મુઘલાઈ વાનગીઓ સાથે પીરસવામાં આવે છે અને એને નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
-
સુગર સિનેમન બ્રેડ રોલ (Suger cinemon bread roll recipe in gujarati)
#goldenapron3 #વીક૧૬ #બ્રેડ #મોમ Harita Mendha -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ઘંઉના લોટ ની ગાર્લીક બ્રેડ (Wheat Flour Garlic Bread Recipe In Gujarati)
ઘંઉના લોટ ની ગાર્લીક બ્રેડ#GA4 #Week20Sonal chotai
-
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ (9)