બીટરૂટ પાવભાજી (Beetroot Pavbhaji Recipe in Gujarati)

Komal Hirpara
Komal Hirpara @cook_26162213
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ વાટકીગાજર
  2. ૧ વાટકીફ્લાવર
  3. ૧ વાટકીલીલા વટાણા
  4. ૧ વાટકીગ્રીન કેપ્સિકમ
  5. ૧ વાટકીરીંગણાં
  6. ૧ વાટકો બીટ
  7. ૧ વાટકો ટોમેટો
  8. ૧ વાટકો બટેટા
  9. વઘાર માટે
  10. ૨ ચમચા ઓઇલ
  11. ૨ ચમચા બટ્ટર
  12. ૧ ચમચીઆખું જીરું
  13. ૨ ચમચીલસણ અને આદું પેસ્ટ
  14. ૧/૨હળદરપાઉડર
  15. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. ૩ ચમચીપાવભાજી મસાલો
  17. સ્વાદાનુસાર મીઠું
  18. ૧ ચમચીજીરું પાઉડર
  19. ૨ ચમચીધાણા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધુ કૂકર માં બોઇલ કરવાનું છે ગાજર,ફ્લાવર,રીગણ,બટેટા અને બીટ (બીટ ને બાફવામાં વધારે વાર લાગે છે તેથી સિટી વધારે કરવી)બધુ બોઇલ થઈ ગયા પછી એ નો માવો ત્યાર કરવો(બીટ નાખવાથી પાવભાજી નો રંગ બહુ સરસ આવે છે)

  2. 2

    ટોમેટો, કેપ્સિકમ અને વટાણા બોઇલ કરવાના નથી આપડે ડાઇરેક્ટ વઘાર માં તેનો યુઝ કરસુ

  3. 3

    એક પેન માં ઓઇલ લઈ ને આમાં બટ્ટર એડ કરવાનું છે ત્યાર બાદ તેમાં કેપ્સિકમ અને આખું જીરું એડ કરવાનું છે કેપ્સિકમ બરાબર પાકી જાય ઍટલે આમાં લસણ અને આદું ની પેસ્ટ એડ કરવાની છે આને ૨ મિનિટ થવા દેવાની છે

  4. 4

    ત્યાર બાદ આમાં વટાણા એડ કરવાના છે વટાણા પાકી ગયા પછી બધા મસાલા એડ કરવાના છે હલ્દી, જીરું પાઉડર,કાશ્મીરી મરચું પાઉડર,ધાણા પાઉડર, પાવભાજી મસાલો અને મીઠું આને ૨ મિનિટ સાતડવાનું છે પછી તેમાં ટમાટો એડ કરવાના છે આને બરાબેર પકવા દેવાના છે આ થઈ ગયા પછી આમાં બોઇલ કરેલા બધા વેજીટેબલ એડ કરસુ અને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી પકાવસું. ત્યાર છે આપડી બીટરૂટ પાવભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hirpara
Komal Hirpara @cook_26162213
પર

ટિપ્પણીઓ

Similar Recipes