આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_25809692
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કિલોબટાકા
  2. 4 લીલા મરચાં
  3. 1/2 વાટકી પોઆં
  4. જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  7. જરૂર મુજબ આમચૂર પાઉડર
  8. જરૂર મુજબ સંચળ
  9. જરૂર મુજબ શેલો ફ્રાય કરવા માટે તેલ
  10. જરૂર મુજબ ખજૂર આમલીની ચટણી
  11. જરૂર મુજબ ગ્રીન ચટણી
  12. 1 કપ દહીં
  13. જરૂર મુજબ ઝીણી સેવ
  14. જરૂર મુજબ ઝીણા સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    પેહલા કૂકર માં બટાકા બાફવા મૂકો.૫ સીટી વગાડવી.કૂકર ઠંડુ થયા બાદ તેમાં થી બટાકા ને કાઢી લો.બટાકા ને છોલી લો.હવે બટાકા નો માવો કરી લો.

  2. 2

    પૌઆ ને બરાબર ધોઈ ને કોરા કરી લો.હવે બટાકા ના માવા માં કોથમીર, પૌઆ,ઝીણા સમારેલા લીલાં મરચાં,મીઠું, ચીલી ફ્લેક્સ,આમચૂર પાઉડર,સંચળ નાખીને મિક્સ કરી લો.

  3. 3

    હવે બનાવેલા બટાકા ના માવામાં થી ગોળ ટિક્કી બનાવી લો.ગોળ બનાવી તેને હાથ થી સહેજ દબાવી લેવી.હવે એક તવા માં ૨ ચમચી તેલ નાખી ટિક્કી ને શેલો ફ્રાય કરી લો.

  4. 4

    બધી ટિક્કી આ રીતે શેલો ફ્રાય કરી લો.હવે એક ડીશ માં ૩ ટિક્કી મૂકો.

  5. 5

    હવે તેમાં ખજૂર આંબલી ની ચટણી,ગ્રીન ચટણી, ઝીણી સમારેલી ડુંગળી,દહીં, ઝીણી સેવ નાખી ને પીરસો. ગાર્નિશ કરવા ઉપર કોથમીર ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_25809692
પર
Cooking is my Passion.I love to cook my family.
વધુ વાંચો

Similar Recipes