પનીર ટીકા સેન્ડવીચ (Paneer Tikka Sandwich Recipe In Gujarati)

Riddhi
Riddhi @cook_27144028
શેર કરો

ઘટકો

20-25 મીનીટ
4 લોકો
  1. 1 ટેબલ સ્પૂનતેલ
  2. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  3. 1 ટી સ્પૂનજીરું પાઉડર
  4. 1 ટી સ્પૂનધાણાજીરુ
  5. 1 ટી સ્પૂનસનચડ
  6. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  7. સ્વાદ અનુસારનમક
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1/2 કપટાગેલુ દહીં
  10. 1કાંદો
  11. 1કેપ્સીકમ
  12. 1ટમેટુ
  13. 150 ગ્રામપનીર
  14. જરૂર મુજબ બ્રેડ
  15. જરૂર મુજબ બટર
  16. જરૂર મુજબ ચીઝ
  17. 1 ટેબલ સ્પૂનસેકેલો ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

20-25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તો એક કઢાઈ મા તેલ લો.

  2. 2

    પછી તેમા બધા જ મસાલા ઉમેરી મીકસ કરી લો.

  3. 3

    પછી તેમા દહીં અને સેકેલો ચણા નો લોટ ઉમેરો પછી તેમા કાંદો, કેપ્સીકમ, ટમેટુ અને પનીર ઉમેરી દો

  4. 4

    થોડીવાર મેરીનેટ થવા દો

  5. 5

    હવે એક કઢાઈ મા ઘી ગરમ કરી તેમા પનીર નું મીશ્રણ ઉમેરી દો અને તેને ગરમ થવા દો થોડી વાર પછી તેને ઉતારી લો

  6. 6

    હવે બ્રેડ પર બટર, લીલી ચટણી લગાવી મસાલો પાથરી દો તેના પર એક ચીઝ સ્લાઈસ મુકી ઉપર પાછી બ્રેડ મુકી થવા પર ફેંકી લો.

  7. 7

    સેકાઈ જાય એટલે તેને કટ કરી કેચપ જોડે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi
Riddhi @cook_27144028
પર

Similar Recipes