હમૂસ ડીપ (Hummus Dip Recipe In Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

#GA4
#Week8
#Dip
હમુસ ચિકપીસ (સફેદ ચણા) માંથી બનતી પ્રોટીન થી ભરેલી હેલ્થી રેસીપી છે તે સ્વાદ માં ક્રીમી અને ખુબજ ટેસ્ટી હોય છે

હમૂસ ડીપ (Hummus Dip Recipe In Gujarati)

#GA4
#Week8
#Dip
હમુસ ચિકપીસ (સફેદ ચણા) માંથી બનતી પ્રોટીન થી ભરેલી હેલ્થી રેસીપી છે તે સ્વાદ માં ક્રીમી અને ખુબજ ટેસ્ટી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ કપચીકપિસ (વ્હાઇટ ચણા, કાબુલી ચણા)
  2. ૨ સ્પૂનતલ વ્હાઈટ
  3. ૧/૪ કપઓલીવ ઓઇલ
  4. ૧ ટેબલ સ્પૂનગાર્લિક પેસ્ટ
  5. ૧ ટેબલ સ્પૂનલેમન જ્યુસ
  6. સ્વાદાનુસારમીઠું
  7. ૧/૪ કપપાણી ગ્રાઇન્ડ કરવા માટે
  8. ૩ કપપાણી ચણા બાફવા માટે
  9. ચપટી મરી પાઉડર સ્પ્રિંકલ કરવા માટે
  10. જરૂર મુજબ ઓલીવ ઓઇલ ગાર્નિશ કરવા માટે
  11. જરૂર મુજબ ફુદીના ના પાન ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને સ્વચ્છ પાણી થી ૨ થી ૩ વખત ધોઈ અને આખી રાત પાણી માં પલાળી દેવાના છે

  2. 2

    સવારે તે પાણી બદલી ફરી વાર ધોઈ ને પ્રેશર કુકર માં ચણા, પાણી અને મીઠું નાખી ને ૪ થી ૫ વ્હિસ્લ કરી બાફી લેવાના છે

  3. 3

    થોડી વાર માટે સાઈડ માં રાખી ઠંડા થવા દો ઠંડા થાય એટલે ગ્રાઇન્ડર માં ચણા, શેકેલા તલ, લસણ, ઓલીવ ઓઇલ, લેમન જ્યુસ, પાણી બધું જ ગ્રાઇન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવો (મીઠું બાફતી વખતે નાખેલું છે તો ટેસ્ટ કરી ને જરૂર હોય તોજ નાખવું)

  4. 4

    તૈયાર પેસ્ટ ને સર્વિગ પ્લેટ કે બૉવુલ માં કાઢી ઓલિવ ઓઇલ, બ્લેક પેપર પાઉડર અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરો

  5. 5

    હુમુસ ને તમે ફલાફલ, પિત્તા બ્રેડ કે ચિપ્સ, સાથે સર્વ કરી સકો છો અને બ્રેડ ઉપર સ્પ્રેડ કરીને પણ યુઝ કરી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Kamal
Heena Kamal @cook_26566231
પર
Kampala

Similar Recipes