દૂધપાક(Dudhpak Recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#week8
#Milk.
#post. 1.

રેસીપી નંબર ૧૦૪.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર લોકો માટે
  1. નાની 1/2વાટકી ઓરમુ ફાડા લાપસી
  2. 500 ગ્રામફૂલ ક્રીમ દૂધ
  3. છથી સાત ચમચી સાકર જરૂરિયાત મુજબ
  4. કેસર દસથી બાર તાતણા
  5. 1 ચમચીબદામ પિસ્તાનો ભૂકો
  6. ડેકોરેશન માટે બદામ પિસ્તા ચિપ્સ
  7. ગુલાબની થોડી પાંદડીઓ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પ્રથમ ફાડા લાપસી ને ધોઈ ને, બે કલાક પાણીમાં પલાળી લેવી.

  2. 2

    એક નોન સ્ટિક પેનને ગેસ પર મૂકીને,તેમાં એક ચમચી ધી મુકવુ. તેમાં પલાળેલી લાપસી માંથી પાણી કાઢી ને ધી મા સ્લો ગેસે સુગંધ આવે અને ગુલાબી કલર નું શેકાઈ જાય એટલે તેમાં લાપસી ચાર ગણું પાણી મૂકીને કુકરમાં ચારથી પાંચ વિસલ કરવી.

  3. 3

    કૂકર ઠંડું થાય એટલે ખોલી લેવું. બીજા એક પેનમાં દૂધ ગરમ મૂકવું. તેમા કુકરમાં થી ચડેલી ફાડા લાપસી, સાકર,કેસર, તથા બદામ, પિસ્તા,એડ કરીને ઉકળવા દેવું.

  4. 4

    7 થી 10 મિનિટમાં બરાબર ઉકળી જાય ને એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી લાપસી દૂધપાક ઉતારી લેવો.

  5. 5

    આપણો ઓરમુ દૂધ પાક તૈયાર છે.દૂધપાક ને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર બદામ પિસ્તાની કતરણ.અને ગુલાબની પાંદડીનુ કતરણ. sprinkle કરવું.આપણો ટેસ્ટી દૂધપાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes