ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#GA4
#Dryfruit
#Sweet

આમતો ચીકી બધાં મકરસંક્રાંતિ પર બનાવતાં હોય છે.પરંતુ અમારે ત્યાં દિવાળી મા પણ મીઠાઈઓ માં ચીકી નો સમાવેશ થાય છે.મોટેભાગે ઘણા લોકો ગોળ ની ચીકી બનાવતાં હોય છે. પરંતુ હું ખાંડ નો ઉપયોગ કરી ચીકી બનાવું છું.
દિવાળી ના દિવસે લક્ષ્મી પુજન મા પણ ચીકી નો ઉપયોગ થાય છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે.ચીકી ઘણા જુદા જુદા પ્રકારની બને છે.પણ મે આજે જુદા જુદા ડ્રાયફ્રુટ ને મિક્સ કરી ચીકી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપમીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ,બદામ,પિસ્તા,અખરોટ)
  2. 1/2 કપખાંડ
  3. 2ટીપાં રોઝ એસેન્સ
  4. 1/4 ચમચીઇલયચી પાઉડર
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં ડ્રાયફ્રુટ એક પ્લેટમાં લઈ લો.ઝીણા સમારી લો.પ્લેટફોર્મ સાફ કરી થોડું ઘી વાળો હાથ કરી લગાવી દો.વેલણ પર પણ ઘી વાળો હાથ ફેરવી દો.

  2. 2

    હવે સમારેલા ડ્રાયફ્રુટ માં 1 ચમચી ખસખસ,¼ ચમચી ઇલાયચી પાઉડર અને 2 ટીપાં રોઝ એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    એક પેનમાં ½ ચમચી ઘી ગરમ કરો.તેમાં ખાંડ ઉમેરો.ખાંડ ધીરે ધીરે મેલ્ટ થવાં લાગશે.સતત હલાવતાં રહેવું.

  4. 4

    ખાંડ એકદમ મેલ્ટ થઈ જાય પછી ગેસ સ્લો કરી ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે પ્લેટફોર્મ પર ઘી લગાવેલી જગ્યાએ મિશ્રણ ઉતરો.બને હાથથી એક્સરખો ગોળો કરી હાથથી સરખી કરી વેલણથી જલ્દી વણી લો.(રોટલી ની જેમ બંને હાથથી વણવું) મિશ્રણ જ્યાં સુધી ફેલાય ત્યાં સુધી એકદમ પાતળુ વણવું.

  6. 6

    ચીકી વણતા તરત ઠંડી થવાં લાગશે.ચીકી ઠંડી થતાં ક્રિસ્પી અને ક્રન્ચી થશે.વણીને છરી થી કાપા પાડી લેવાં.જેથી ઠંડી થયાં બાદ વ્યવસ્થિત ટૂકડા થશે.

  7. 7

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ ચીકી.આ ચીકી ને એર ટાઈટ ડબ્બામાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes