મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)

Nilam shidana
Nilam shidana @cook_26462939

મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ વ્યક્તિ માટે
  1. 10 નંગબાફેલા બટેટા
  2. 7 નંગડુંગળી
  3. 6 નંગટામેટા
  4. કળી લસણ
  5. ૨ નંગલીલા મરચાં
  6. આદુ નો કટકો
  7. 1 કપમલાઈ
  8. તેલ તળવા માટે
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  11. 1/2ચમચી હળદર પાઉડર
  12. 1 ચમચીધાણાજીરું પાઉડર
  13. ગરમ મસાલો
  14. ૧ કપકોથમીર
  15. ચાર-પાંચ ચમચી કોર્ન ફ્લોર
  16. 2 ચમચીમગજતરીના બી
  17. 2 ચમચીકાજુ
  18. 2 ચમચીકિશમિશ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લઈ તેમાં મીઠું મરચું ગરમ મસાલો કોથમીર લીલુ મરચું કિસમિસ અને કોર્નફ્લોર નાખી માવો બનાવો

  2. 2

    ત્યારબાદ તેમાંથી ગોળ વાળી નાના કોફતા બનાવો.

  3. 3

    એક બાઉલમાં કાજુ અને મગજતરીના બીને ગરમ પાણીમાં 1/2 કલાક પલાળી પેસ્ટ બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં કોફતા તળવા મૂકો. કોફતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  4. 4

    હવે એક બીજા પેનમાં પાંચ-સાત ચમચી તેલ નાખી તેમાં લસણ, લીલા મરચા, આદુ નાખો સંતળાઈ જાય પછી તેમાં ડુંગળી અને ટામેટાં નાખી સાંતળવા મૂકો.

  5. 5

    સંતાઈ જાય પછી તેની ગ્રાઈન્ડરમાં પેસ્ટ બનાવી લો.

  6. 6

    હવે તેજ પેન મા તેલ ગરમ કરવા મુકો.એક વાટકીમાં મીઠું મરચું હળદર ધાણા-જીરુ પાઉડર ગરમ મસાલો મિક્સ કરો.હવે તેલ ગરમ થઈ જાય પછી પહેલા તેમાં બધા મસાલા નાખો.

  7. 7

    ત્યારબાદ તેમાં ઉપર થી તરત જ ટામેટાં ડુંગળી ની પેસ્ટ નાખો તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવા દ્યો.ત્યારબાદ તેમાં કાજુ અને મગજ તારી ના બી પેસ્ટ નાખો.

  8. 8

    પછી ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ગેસ પર મૂકો અને ગ્રેવી માં થોડી મલાઈ નાખો. ગ્રેવી ક્રીમી થઈ જાય પછી ગેસ બંધ કરો.

  9. 9

    હવે એક સર્વિંગ પ્લેટમાં પહેલા કોફતા મૂકો પછી તેની પર ગ્રેવી નાખો અને કોથમીર અને ઉપરથી મલાઈ નાંખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam shidana
Nilam shidana @cook_26462939
પર

Similar Recipes