રવા અપ્પમ(Rava appam recipe in gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4
#Week11
#રવા_અપ્પમ
#Green_Onion
#CookpadGujarati
#cookpadindia

અપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે.

રવા અપ્પમ(Rava appam recipe in gujarati)

#GA4
#Week11
#રવા_અપ્પમ
#Green_Onion
#CookpadGujarati
#cookpadindia

અપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 કપલીલી ડુંગળી બારીક સમારેલી
  3. 1/2 કપટામેટાં બારીક સમારેલા
  4. 1/4 કપકેપ્સિકમ
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. 1/3 કપદહીં
  7. 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. 1 ચમચીસાંભાર મસાલો
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચીસફેદ તલ
  11. 1/2 ચમચીઆખું જીરું
  12. 1/4 ચમચીધાણાજીરું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. પાણી જરૂર મુજબ
  15. 1/2 કપઓઇલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો લો. તેમાં લિલી ડુંગળી અને ટામેટાં અને કેપ્સિકમ એડ કરો. તૈયાર બાદ તેમાં બેકિંગ પાઉડર એડ કરો. અને આદુ લસણ ની પેસ્ટ એડ કરો. અને પછી દહીં એડ કરો.

  2. 2

    હોવી ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને બેટર રેડી કરો. પછી તેને 10 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.

  3. 3

    હવે 10 મિનિટ પછી બેટર થોડું ઘટ્ટ બની જશે. પછી તેમાં લાલ મરચું પાઉડર, સાંભાર મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ધાણાજીરું, આખું જીરું, તલ એડ કરો. અને જરૂર લાગે તો થોડું પાણી એડ કરો. અને મિક્સ કરો સરખું. બેટર રેડી છે.

  4. 4

    હવે અપ્પમ પ્લેટ લો. તેને ગરમ કરો. પછી તેમાં થોડું ઓઇલ બ્રશ કરો.

  5. 5

    ત્યારબાદ બેટર થોડું થોડું લઈ ને બધા બોક્સ ફિલ કરો. અને ઉપરથી થોડું ઓઇલ ચમચી ની મદદ થી નાખો.

  6. 6

    હવે 2 મિનિટ જેવું એકદમ ધીમા ફ્લેમ એ સેકો. ઉપરની બાજુ થોડું ઘટ્ટ થવા લાગે પછી સાઇડ ચેન્જ કરો. અને બીજી બાજુ સેકો.

  7. 7

    ઉપરથી પાછું થોડું ઓઇલ નાખો. 2 મિનિટ જેવું સેકી લો. અને કાઢી લો. આ રીતે બધા અપ્પમ તૈયાર કરો. અને ગરમ ગરમ સર્વ કરો ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી અથવા સાંભાર જોડે. ઉપરથી થોડી લિલી ડુંગળી થી ગાર્નિશ કરો. એન્જોય ઇટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

Similar Recipes