અમૃતસરી છોલે કુલચા

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. ખડા મસાલા માટે:-
  2. ૧ ચમચીજીરૂ
  3. ૨ ચમચીઆખા સૂકા ધાણા
  4. તજ નો ટુકડો
  5. ઈલાયચી
  6. લવિંગ
  7. ૪-૫ મરી આખા
  8. ૧ ટી સ્પૂનતેલ
  9. છોલે બનાવવા માટે:-
  10. ૧ કપછોલે
  11. તમાલ પત્ર
  12. ૧ ટુકડોતજ
  13. એલચો
  14. ટી બેગ (ચા પત્તી)
  15. ૨ ટેબલ સ્પૂનતેલ
  16. ૧ ટેબલ સ્પૂનબટર
  17. ડુંગળી ઝીણી સમારેલી
  18. ટામેટું ઝીણું સમારેલું
  19. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  20. ૨ ટી સ્પૂનમરચું પાઉડર
  21. ૧ ટી સ્પૂનધાણજીરુ
  22. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  23. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી બધા ખડા મસાલા સેકી ને ઠંડા પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો.

  2. 2

    છોલે ચણા ને ૬ થી ૭ કલાક પાણી માં પલાળી રાખો. પછી એક કુકર માં મીઠું, તજ, લવિંગ, તમાલપત્ર, ઈલચો, ટી બેગ બધું નાંખી બરાબર બાફી લેવા.

  3. 3

    એક કડાઈ માં તેલ લઈ જીરું સતાડવું પછી તેમાં ડુંગળી અને ટામેટા સાંતળી લેવા. સેકાઈ જાય એટલે તેની મિક્સર માં ગ્રેવી કરી લેવી.

  4. 4

    હવે એજ કડાઈ માં તેલ અને બટર મૂકી ખડા મસાલા સેકી તેમાં ગ્રેવી નાખી ૨ થી ૩ મિનીટ સુધી પકાવો. પછી તેમાં બાફેલા છોલે નાખી બધા મસાલા કરવા.

  5. 5

    થોડી વાર માટે બધું બરાબર હલાવી ધીમા તાપે ચડવા દેવું... તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરવો.

  6. 6

    તૈયાર છોલે ને કોથમીર થી ગાર્નિશ કરીને કૂલચા કે ભટુરે, છાસ, કાંદા, લીલા મરચા ની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes