ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#GA4
#Week12
#peanut
#besan

મને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.
ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે.

ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))

#GA4
#Week12
#peanut
#besan

મને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.
ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 5-6નાના રવૈયા
  2. 5-6નાના બટાકા
  3. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  4. 1 ટેબલ સ્પૂનતલ
  5. 1 ટીસ્પૂનજીરુ
  6. 8-10કળી લસણ
  7. નાનો ટુકડો આદું
  8. 2લીલા મરચાં
  9. 1 ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  10. 1 ટેબલ સ્પૂનચણાનો લોટ
  11. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  12. 1/2 ટીસ્પૂનહળદર
  13. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1 ટીસ્પૂનસૂકા ધાણા
  17. 3 ટેબલ સ્પૂનતેલ
  18. ચપટીહીંગ
  19. 1/2 ટીસ્પૂનરાઇ
  20. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શીંગદાણા,જીરુ,તલ, સૂકા ધાણા ને કોરા જ મિક્સરમાં પીસી લો. તે પછી તેમાં જ લસણ,આદું,લીલા મરચાં,મીઠું,કોપરાનું છીણ,હળદર,લાલ મરચું,ધાણા જીરુ,ગરમ મસાલો,ચણાનો લોટ બધું ઉમેરી ફરીથી પીસી લો.

  2. 2

    પછી આ મસાલામાં 1 ટેબલ ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. રવૈયાને ધોઇને, ડીંટુ નિકાળી અડધા સુધી 2 આડા-ઊભા કાપા લગાવી, આ મસાલો દબાવીને ભરી લો. એ જ રીતે બટાકાની છાલ નિકાળી કાપા કરી મસાલો ભરો. થોડો મસાલો વધે તેમ ભરો.

  3. 3

    હવે કુકરમાં બાકીનું 2 ટેબલ ચમચી તેલ ગરમ મૂકી રાઇ હીંગ નો વઘાર કરો. તેમાં વધેલો મસાલો ઉમેરી 1/2 મિનિટ સાંતળો. પછી ભરેલા શાક ઉમેરી,1/2 કપ પાણી ઉમેરો. સહેજ હલાવી કુકર બંધ કરી 2 વ્હીસલ આવે ત્યાં સુધી કુકર થવા દો.

  4. 4

    પછી ઠંડું પડે એટલે કુકર ખોલી કોથમીર ભભરાવો અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes