ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#GA4 #Week14
#Wheatcake
પહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છે
કૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 4 ચમચીકોકો પાઉડર
  3. 2 ચમચીખાંડ પાઉડર
  4. 1/4 ચમચીવેનીલા એસેન્સ
  5. 1+ 1/2 કપ દૂધ
  6. 1+1/2 ચમચી બેકિંગ પાઉડર
  7. 1 ચમચીબેકિંગ સોડા
  8. ડસ્ટિંગ કરવા
  9. 1 ચમચીઘી
  10. 1 ચમચીમેંદો
  11. ગાર્નિશીંગ માટે
  12. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે ઘઉંના લોટને ચારણીમાં ચાળી લો. તેમાં કોકો પાઉડર અને ખાંડનો પાઉડર (બૂરું ખાંડ) પણ ચાળી લો અને મીક્સ કરી લો. તેમાં વેનીલા એસેન્સ ઉમેરીને મીક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરીને મિશ્રણ બનાવો. મિશ્રણ વધારે ઘટ્ટ કે વધારે પાતળું નહિ રાખવાનું.

  4. 4

    હવે જે ટીનમાં કૅક બનાવવી હોય તે ટીન ને ઘી લગાવી ને ગ્રીસ કરી લેવું. અને તેના પર મેંદો છાંટી ને ડસ્ટિંગ કરવું

  5. 5

    હવે કૅક ના મિશ્રણ માં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને 1 ચમચી દૂધ ઉનેરીને બરાબર મીક્સ કરી લો અને મિશ્રણ ને કૅક માટે ડસ્ટિંગ કરેલા ટીનમાં ઉમેરી લો.

  6. 6

    હવે ઓવેન ને 160 ડીગ્રી પર 5 મિનિટ પ્રિ હિટ કરી લો. અને કેક ને એ
    20 મિનિટ માટે બેક કરી લો. ટૂથપિક નાખીને ચેક કર્ક લો કૅક બેક થઈ છે કે નહીં..ત્યારબાદ ઓવન માં 2 થી 3 મીનિટ રાખો તૈયાર છે ઘઉં ન લોટની ચોકલેટ કેક... ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes