ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#GA4
#WEEK15
#Jaggery

હેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!
આશા છે તમે બધા મજામાં હશો......

હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-કપ ઘઉં નો લોટ
  2. મોણ માટે તેલ
  3. 1/2વાડકી ઘી
  4. દોઢ વાટકી દેશી ગોળ
  5. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને રેડી કરી લો. હવે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ એની અંદર મુઠીયા પડતું પણ ઉમેરો.

  2. 2

    હવે પાણી ઉમેરીને એકદમ કઠણ કણક બાંધી લો. હવે એ લોટના મોટી સાઈઝના હોવાથી સાત લુઆ રેડી કરી દો.

  3. 3

    હવે બાંધેલી કણક ની ભાખરી વણી લો. ભાખરી ને લાકડાના ડટ્ટા વડે દબાવી દબાવીને શેકી લેવી. જેથી કરીને ભાખરી કડક બને.

  4. 4

    હવે જ્યારે ભાખરી ગરમ હોય ત્યારે જ એના મોટા ટુકડા કરીને ચોપર માં ક્રશ કરી લેવું. જેથી કરીને ભાખરી એકદમ બારીક ક્રશ થઈ જાય.

  5. 5

    હવે એક મોટી કથરોટમાં ગોળને મોટા કાણા વાળી છીણી વડે છીણી લો. જેથી ગોળ મિક્સ કરવામાં સરળતા રહે. હવે મિશ્રણમાં 1/2વાડકી ઘી ઉમેરો. ત્યારબાદ ભાખરી નો ભૂકો પણ ઉમેરી લો. હવે બધી સામગ્રીઓ બરાબર હાથેથી મસળીને મિક્સ કરી લો.

  6. 6

    હવે ફોટા માં બતાવ્યાં મુજબ નાના નાના લાડુ વાળી લો. જેથી બાળકો લાડુ નો બગાડ કરે નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes