વડા (Vada Recipe in Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

વડા (Vada Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
૨ વ્યક્તિ
  1. 1વાટકો અડદની દાળ
  2. 6/7લીલાં મરચાં
  3. 1/4 ચમચીજીરું
  4. મીઠું સ્વાદનુસાર
  5. 1/4 ચમચી સાજીનાં ફૂલ
  6. 8/10મરી
  7. કોથમીર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    1 વાટકો અડદની દાળ ને ધોઈ આખી રાત પાણીમાં પલાળી રાખવી. સવારે બધું પાણી નિતારી મિક્સરમાં અધકચરી પીસી લેવી. પાણી 5/6 ચમચી જ નાખવું. વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું.

  2. 2

    હવે બેટરમાં અધકાચરા વાટેલા મરચાં, અધકચરું વાટેલું જીરું, અધકચરા વાટેલા મરી, મીઠું અને કોથમીર નાંખીને એક હાથે 5 થી 7 મિનિટ સુધી સતત હલાવતા રહેવું. જ્યાંસુધી તે સ્મૂધ ના થઇ જાય. હવે તેમાં 1/4 ચમચી સજીના ફૂલ નાખી બરાબર હલાવી લેવું

  3. 3

    હવે એક બાઉલમાં પાણી લો. એક વાટકી લો અને તેને કપડાથી કવર કરી કપડાં પાર પાણી લગાવી ઉપર બેટર પાથરવું.અને હાથ પણ ભીના કરી અંગુઠાથી વચ્ચે કાણું પાડો.

  4. 4

    હવે એ ડાયરેક્ટ તેલ માં નાખી બધા જ મેન્દુવડા આ રીતે એકદમ ધીમા તાપે ફ્રાય કરી લો. દરેક વખતે વાટકી ના કપડાં અને હાથ પર પાણી લગાવવું. જેથી બેટર ચોંટે નહીં.

  5. 5

    મેન્દુવાળા રેડી છે. સંભાર સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes