બ્રાઉની (Brownie Recipe In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#Week16

ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે.

બ્રાઉની (Brownie Recipe In Gujarati)

#GA4
#Week16

ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૪૦ ગ્રામ ચોકલેટ બિસ્કીટ
  2. ૧૨૦ ગ્રામ ઓરેઓ બિસ્કીટ
  3. ૧ ટેબલસ્પૂનબટર
  4. ૧ કપદૂધ
  5. ૧ ટેબલસ્પૂનકોકા પાઉડર
  6. ૧ નંગપાઉચ ઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રાઉની બનાવવા માટેના ઘટકો લઈ લઈએ.અને કૂકર નાં તળિયા માં મીઠું મૂકી રીંગ કાઢી પ્રિહિટ કરવા મૂકી દઈએ.

  2. 2

    હવે આપણે બન્ને બિસ્કીટ ને મીકસર માં ક્રશ કરી બારીક પાઉડર બનાવી લઈએ.

  3. 3

    ત્યારબાદ આ પાઉડર માં કોકા પાઉડર,બટર,અને દૂધ ઉમેરતા જઈ મિશ્રણ તૈયાર કરી લઈએ.

  4. 4

    હવે આ મિશ્રણ માં ઇનો ઉમેરી દઈએ અને જે વાસણમાં બેક કરવું છે તેમાં લઈ લઈએ થોડું થપથપાવી લઈએ જેથી એર ન રહી જાય.અને પ્રિહિત કરેલ કૂકર માં મૂકી બેક કરી લઈએ.

  5. 5

    આશરે ૨૫ થી ૩૦ મિનિટ પછી બેક થઈ જશે.

  6. 6

    હવે ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes